Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 239
________________ ગાથાર્થ– કેવળી ભગવંત સમુદ્ધાતના પહેલા અને આઠમા સમયમાં (=દંડકરણના અને દંડસંહારના સમયમાં) ઔદારિક કાયયોગવાળા, બીજા-છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્રકાયયોગવાળા, ત્રીજાચોથા અને પાંચમા સમયમાં કાર્મણ કાયયોગવાળા હોય છે અને એ ત્રણે સમયમાં નિયમા અનાહારક હોય છે. ટીકાર્થ– અનાહારક હોય છે— ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કાર્મણ શરીરનો વ્યાપાર હોય છે અને કાર્મણ શરીરના વ્યાપારમાં વિજ્ઞામાવત્રા એ ગાથાથી અનાહારકપણું સિદ્ધ છે. વિહામાવત્રા એ ગાથા અને તેનો અર્થ આ પ્રમાણે છે— विग्गहगइमावन्ना केवलिणो समोहया अजोगी य । સિદ્ધા ય અળાહારા સેમા આહારના નીવા ॥ પ્ર.સા. ૧૩૧૯ ॥ વિગ્રહગતિમાં રહેલા જીવો (દ્વિવક્રા આદિ ગતિમાં એક વગેરે સમયમાં), સમુદ્ધાતમાં રહેલા કેવળીઓ (ત્રીજો-ચોથો-પાંચમો એ ત્રણ સમય સુધી), અયોગીઓ (શૈલેશી અવસ્થામાં હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ જેટલા કાળમાં) અને સિદ્ધો અણાહારી હોય છે. બાકીના જીવો આહારી હોય છે. (૨૭૫-૨૭૬) આ પ્રમાણે સમુદ્દાત અધિકાર પૂર્ણ થયો. (૨૧) યોગનિરોધ અધિકાર स समुद्घातनिवृत्तोऽथ मनोवाक्काययोगवान् भगवान् । यतियोग्ययोगयोक्ता, योगनिरोधं मुनिरुपैति ॥ २७७ ॥ स मुनिः समुद्घातनिवृत्तोऽथ - अनन्तरं मनोवाक्काययोगवान्-करणत्रयव्यापारवान् भगवान्-पूज्यः । यतियोग्यस्य - साधुजनार्हस्य योगस्य - व्यापारस्यानीतपीठफलकादेर्प्रत्यर्पणमुपदेशादेर्योक्ता - व्यापारयिता । योगनिरोधमुपैतिજૂતિ || ૨૭૭ || I ગાથાર્થ– સમુદ્ધાતથી નિવૃત્ત થયેલા તે મુનિ ભગવંત હવે (અંતર્મુહૂર્ત સુધી) મન-વચન-કાયાના યોગવાળા રહે, અને સાધુને યોગ્ય વ્યાપાર કરે. પછી યોગનિરોધને પામે છે=કરે છે. પ્રશમતિ ૦ ૨૨૬

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272