________________
સહભાવી છે. જે ધર્મોનું પરિવર્તન થયા કરે છે તે ક્રમભાવી છે. સહભાવી ધર્મો ગુણ છે અને ક્રમભાવી ધર્મો પર્યાય છે. દા.ત. પુદ્ગલ દ્રવ્યના રૂપ, રસ વગેરે ધર્મો સહભાવી છે માટે ગુણો છે, પણ કૃષ્ણ રૂ૫, શ્વેત રૂપ, મધુર રસ, તિક્ત રસ વગેરે ધર્મો ક્રમભાવી હોવાથી પર્યાયો છે.
પુદ્ગલ દ્રવ્યમાં રૂપ, રસ વગેરે કાયમ છે. પુદ્ગલમાં રૂપ, રસ વગેરે ન હોય એવું ક્યારેય બનતું નથી. પણ કૃષ્ણરૂપ, શ્વેતરૂપ વગેરે ધર્મો કાયમ રહેતા નથી. ક્યારેક કૃષ્ણરૂપ તો ક્યારેક શ્વેતરૂપ હોય છે, ક્યારેક લાલ રૂપ હોય છે... ક્યારેક કૃષ્ણરૂપમાંથી શ્વેત રૂપ બની જાય છે, શ્વેત રૂપમાંથી લાલ બની જાય છે. એ પ્રમાણે મધુરરસાદિ વિશે પણ પરિવર્તન થયા કરે છે. આથી રૂપ, રસ વગેરે ગુણો છે અને કૃષ્ણરૂપ, મધુરરસ વગેરે પર્યાયો છે.
આ પ્રમાણે આત્મા વગેરે દ્રવ્યોમાં પણ ગુણપર્યાયની વિચારણા થઇ શકે છે.
સર્વ પ્રકારે=જેવી રીતે વસ્તુને અંદરથી જાણે છે તેવી રીતે બહારથી જાણે છે. જેવી રીતે બહારથી જાણે છે તેવી રીતે અંદરથી જાણે છે. આમ બધી રીતે જાણે છે.
જ્ઞાતા=વિશેષથી જાણનાર. દૃષ્ટા સામાન્યથી જાણનાર. (૨૬૯) क्षीणचतुष्कर्माशो, वेद्यायुर्नामगोत्रवेदयिता । વિહરતિ મુહૂર્તનં, દેશોનાં પૂર્વોટિં વા ર૭૦ ||
क्षीणचतुष्कर्मांशः-अपगताशेषघातिकर्मा । तथा वेद्यायुर्नामगोत्रवेदयिताभवोपग्राहिकर्मणामनुभविता । एवंविधः सन् विहरति-भ्रमति । मुहूर्तकालं जघन्येन देशोनां पूर्वकोटि वा उत्कृष्टत इति ॥ २७० ॥
ગાથાર્થ– ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી નાખનારા અને વેદનીયઆયુષ્ય-નામ-ગોત્ર એ ચાર અઘાતી (=ભવોપગ્રાહી) કર્મોને અનુભવતા એ મહાત્મા (પોતાના આયુષ્ય પ્રમાણે) જઘન્યથી એક મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ વર્ષ સુધી સંસારમાં વિચરે છે. (૨૭૦)
પ્રશમરતિ - ૨૨૨