________________
एषां द्वन्द्वः । तान्येकाथिकान्यधिगमस्य, एकार्थे-एकस्मिन्नर्थे सम्यक्त्वलक्षणे यः परिणामः.परिणतिविशेषः स भवति निसर्गः, स्वभावश्च-स्वस्य-आत्मनस्तेन तेन रूपेण भवनं इति भावना ॥ २२३ ॥
આ બેના જ 'વ્યત્યયથી પર્યાયવાચી શબ્દોને કહે છેગાથાર્થ– શિક્ષા, આગમ અને ઉપદેશશ્રવણ એ શબ્દો અધિગમના એકાર્થક છે. સમ્યકત્વમાં જે પરિણામ થાય તે નિસર્ગ અને સ્વભાવ છે, અર્થાત્ પરિણામ, નિસર્ગ અને સ્વભાવ એ ત્રણ શબ્દોનો સમાન અર્થ છે.
ટીકાર્થ– શિક્ષા=જિનધર્મનો અભ્યાસ કરવો, અર્થાત્ જિનધર્મ સંબંધી જિનપૂજા વગેરે ક્રિયા કરવી.
આગમ=આગમનો પાઠ કરવો. ઉપદેશશ્રવણ=આપ્તવચનોનું શ્રવણ કરવું. પરિણામ=પરિણતિવિશેષ. સ્વભાવ=ત્ત્વનું આત્માનું, ભાવ=તે રૂપે થવું તે સ્વભાવ.
અધિગમ એટલે બાહ્ય નિમિત્ત. કોઇને દેવદર્શન, ગુરુવંદન આદિ જિનોક્ત ક્રિયાઓ કરતાં કરતાં, કોઇને આગમનો અભ્યાસ કરતાં કરતાં, કોઇને ધર્મનો ઉપદેશ સાંભળતાં સાંભળતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કેટલાક જીવોને કોઈપણ જાતના બાહ્ય નિમિત્ત વિના નિસર્ગથી સ્વાભાવિક રીતે જ સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે.
સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં બાહ્ય અને અત્યંતર એમ બે કારણો છે. આંતરિક શુભ પરિણામથી તીવ્ર રાગ-દ્વેષ રૂપ ગ્રંથિનો ભેદ એ અંતરંગ કારણ છે. દેવદર્શન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ આદિ બાહ્ય કારણ છે. ૧. ૨૨૨મી ગાથામાં પહેલાં નિસર્ગ અને પછી અધિગમ પદ છે. આ ગાથામાં પહેલાં
અધિગમના અને પછી નિસર્ગના પર્યાયોને કહે છે. માટે “વ્યત્યયથી' એમ કહ્યું. ૨. મોટી ટીકામાં વિદ્યાર્થી એવા પાઠના સ્થાને પ્રાર્થ: એવો પાઠ છે. તે પાઠ વધારે
સંગત છે. એ પાઠ પ્રમાણે ગાથાના ઉત્તરાર્ધનો શબ્દાર્થ આ પ્રમાણે થાયપરિણામ, નિસર્ગ અને સ્વભાવ એ શબ્દોનો એક અર્થ છે.
પ્રશમરતિ - ૧૯૧