________________
પરિહારિકોના (=પરિહારવિશુદ્ધિ ચારિત્રને સ્વીકારનારાઓના) આચારની મર્યાદા પ્રમાણે નવ સાધુઓના ત્રણ વિભાગ થાય. તે આ પ્રમાણે– ચાર સાધુઓ પરિહાર તપની વિધિ પ્રમાણે પરિહાર તપ કરે. ચાર સાધુઓ પરિહાર તપ કરનારની સેવા કરે. એક સાધુ વાચનાચાર્ય તરીકે રહે. તે આઠેય સાધુઓને વાચના આપે. આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળાય સાધુઓ શ્રતાતિશયસંપન્ન હોય છે. છતાં તેઓનો આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે.
પરિહાર તપની વિધિ ઉનાળામાં | જઘન્ય ઉપવાસ | મધ્યમ છઠ્ઠ ઉત્કૃષ્ટ અટ્ટમ | શિયાળામાં | જઘન્ય છઠ્ઠ | મધ્યમ અટ્ટમ | ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ | ચોમાસામાં | જઘન્ય અટ્ટમ | મધ્યમ ચાર ઉપવાસ | ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ
જે સમયે પરિહારતપનું સેવન કરે તે વખતે જે ઋતુ ચાલતી હોય તે ઋતુ પ્રમાણે તપ કરે. પારણે આયંબિલ જ કરે. આ તપ છ મહિના સુધી કરે. પછી જે સાધુઓ સેવા કરતા હતા તે સાધુઓ આ તપ છે મહિના સુધી કરે. પછી વાચનાચાર્ય આ તપ છ મહિના સુધી કરે. પરિહાર તપ કરનાર સિવાયના સાધુઓ દરરોજ આયંબિલ કરે. આમ અઢાર મહિને આ પરિહારકલ્પ પૂર્ણ થાય. પરિહારકલ્પ પૂર્ણ થયા પછી તે સાધુઓ ગચ્છમાં પ્રવેશ કરે અથવા ફરી તે જ તપને કરે.
સૂક્ષ્મસંપરાય=જેમાં સૂક્ષ્મ સંપરાય છે તે સૂક્ષ્મસંપરાય. સૂક્ષ્મ એટલે અત્યંત અલ્પ કરાયેલ. સંપરાય એટલે લોભ. જેમાં લોભ અત્યંત અલ્પ કરાયો છે તે સૂક્ષ્મસંપરાય. દશમા ગુણસ્થાને રહેલા જીવને સૂક્ષ્મસંપરાય ચારિત્ર હોય.
યથાખ્યાત=કષાયરહિત ચારિત્ર યથાખ્યાત છે. ઉપશાંત મોહ વગેરે ચાર ગુણસ્થાનમાં યથાખ્યાત ચારિત્ર હોય.
અનુયોગ=ઉપક્રમ વગેરે અનુયોગ દ્વારા અથવા હિં, તિવિઘં, એ ઇત્યાદિ દ્વારો.'
૧. આ દ્વારો આવશ્યકસૂત્ર નિયુક્તિ ગાથા ૧૪૦-૧૪૧માં બતાવવામાં આવ્યા છે.
પ્રશમરતિ - ૧૯૭