________________
ટીકાર્થ– પિશાચવાર્તા- કોઇક વણિકે મંત્રબળથી પિશાચને વશ કર્યો. પિશાચે વણિકને કહ્યું: મને સતત આજ્ઞા આપવી. પરંતુ જયારે હું આજ્ઞાને નહિ મેળવીશ ત્યારે જ તારો વિનાશ કરી. વણિકે તે સ્વીકાર્યું. વણિકે તેને ઘર કરવાની, ધન-ધાન્ય લાવવાની, સુવર્ણાદિ વિભૂતિ મેળવી આપવાની આજ્ઞા કરી. પિશાચે આજ્ઞાનું પાલન કર્યું. પિશાચે ફરી આજ્ઞા માગી. વણિકે તેને કહ્યું: લાંબો વાંસ લાવીને ઘરના આંગણામાં ભૂમિ ખોદીને તેમાં લાંબા વાંસને સ્થાપિત કર. પછી હું જયાં સુધી બીજી આજ્ઞા તને ન આપે ત્યાં સુધી તારે વાંસ ઉપર ચડ-ઉતર કર્યા કરવું. વણિકનું કોઈ છિદ્ર મળતું નથી કે જેમાં તેનો પરાભવ કરી શકાય. આમ વિચારતા તેણે વણિકને કહ્યું: હું તારાથી છેતરાયો છું, પણ તું મારાથી છેતરાયો નથી. તેથી મને છૂટો કર. કામ પડે ત્યારે મને યાદ કરવો. આમ કહીને પિશાચ સ્વસ્થાને ગયો.
એ પ્રમાણે રાત-દિવસની અંદર કરવા યોગ્ય ક્રિયાઓમાં (સતત) પ્રવર્તતા સાધુનું પણ એવું કોઈ છિદ્ર નથી કે જેમાં સાધુની વિષયેચ્છામાં પ્રવૃત્તિ થાય.
ફૂલવધૂ કથા– જેનો પતિ પરદેશ ગયો છે એવી કોઈ પુત્રવધૂ હતી. તેણે સખીને કહ્યું: કોઈ યુવાનને લઈ આવ. સખીએ કહ્યું: એ પ્રમાણે કરું છું. તારે ધીરજ રાખવી. આ પ્રમાણે કહીને જે પરિણામે સુખ આપનારું હોય તે બધું સુંદર છે એમ વિચારતી તેણીએ આ વિગત તેના સસરાને જણાવી. તેથી સસરાએ બીજા દિવસે પોતાની પત્નીની સાથે “તું મારા ઘરનો વિનાશ કરે છે' એમ શબ્દયુદ્ધ કર્યું. તેણીએ કહ્યું: હું આ ઘરનો નિર્વાહ કરવા માટે સમર્થ નથી. એથી હવે ઘરનો કારભાર આ મૂક્યો. તેથી સસરાએ ઘરકામમાં પુત્રવધૂને અધિકારી બનાવી. પુત્રવધૂ ઘરનું સઘળું કામ કરે છે. તેથી વ્યાકુળ મનવાળી તે મુશ્કેલીથી સૂવાનું પામે છે. (અર્થાત્ તેને પૂરતી ઊંઘ લેવાનો પણ સમય મળતો નથી.) પછી સસરાએ તેની સખીને પ્રેરણા કરી કહ્યું કે, તું મારી પુત્રવધૂને કહે કે યુવાન લાવું છું. સખીએ તેને તે પ્રમાણે કહ્યું, એટલે પુત્રવધૂએ કહ્યું: મને સૂવાનો પણ સમય નથી. દુર્જનને ઉચિત આ કથાથી શું ? (૧૨૦)
પ્રશમરતિ • ૯૫