________________
મનુષ્ય ઉત્પન્ન થયો એ વાક્યમાં વક્તાની જીવના મનુષ્ય રૂપ પર્યાયની વિવેક્ષા હોવાથી વિનાશ અને ધૈર્યને ગૌણ કરીને ઉત્પત્તિ ધર્મને આગળ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે દરેક વાક્યો સાપેક્ષ હોય છે.
વસ્તુમાં અનેક ધર્મો હોય છે. જે વખતે જે ધર્મની અપેક્ષા હોય છે તે વખતે તે ધર્મને પ્રધાન બનાવીને (Fઆગળ કરીને) વ્યવહાર કરવામાં આવે છે. દા.ત. એક વ્યક્તિ પિતા પણ છે અને પુત્ર પણ છે. આથી તે વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ આ બે પરસ્પર વિરુદ્ધ ધર્મો રહેલા છે. તેમાંથી ક્યારેક પિતૃત્વ ધર્મને આગળ કરીને તેને પિતા કહેવામાં આવે છે. ક્યારેક પુત્રત્વ ધર્મને આગળ કરીને તેને પુત્ર કહેવામાં આવે છે.
જ્યારે તે વ્યક્તિની ઓળખાણ કરાવવામાં આવે છે ત્યારે કેટલાક લોકો તેના પિતાને ઓળખતા હોવાથી આ અમુક વ્યક્તિનો પુત્ર છે એમ કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. જયારે કેટલાક તેના પિતાને ઓળખતા નથી, પણ પુત્રને ઓળખે છે. આથી તેમને આ અમુક વ્યક્તિનો પિતા છે એમ કહીને તેની ઓળખાણ કરાવવામાં આવે છે. આમ પ્રત્યેક વસ્તુમાં પ્રત્યેક ક્ષણે અનેક ધર્મો (=પર્યાયો) રહેલા હોય છે, પણ વ્યવહાર તો કોઈ વિવક્ષિત એકાદિ પર્યાયથી જ થાય છે.
ટીકાર્થ– ઉત્પાદ=પાંદડા આદિમાં જેમ લીલા રંગની ઉત્પત્તિ થાય છે તેમ ઘટ-પટ વગેરે અને ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વગેરે વસ્તુની પોતાના રૂપે ઉત્પત્તિ થવી તે ઉત્પાદ.
વિગમ=જેવી રીતે પાંદડા આદિનો વિનાશ થાય છે તેમ ઘટ-પટ આદિ અને ધર્માસ્તિકાય આદિ વસ્તુનો વિનાશ થવો તે વિગમ. નિત્યત્વ=સ્થિરતા, ત્રણેય કાળમાં અવિનાશીપણું.
આ ત્રણ વિવક્ષાના કારણે ભિન્ન છે, પરમાર્થથી જરાપણ ભિન્ન નથી. આ ત્રણેય ભેગા જેમાં હોય તે બધી વસ્તુ સત્ છે. તે આ પ્રમાણે– જયારે ઘટ થાય છે ત્યારે તે ઘટની ઘટ રૂપે ઉત્પત્તિ થાય છે, અને તે જ ઘટનો કુશૂલ (=ઘડાની પૂર્વાવસ્થા) આદિ રૂપે વિનાશ થાય છે, અને તે જ ઘટ માટી રૂપે સદા જ રહે છે. તથી જ્યારે જીવ પુરુષ થાય છે ત્યારે તેનો પુરુષરૂપે ઉત્પાદ, પૂર્વરૂપે
પ્રશમરતિ • ૧૬૬