________________
નથી, આથી તેનો (=કાપડનો) તે રૂપે ( તાકા રૂપે) વિનાશ થયો. આમ કાપડનો તાકા રૂપે નાશ થયો અને વસ્ત્રરૂપે ઉત્પાદ થયો.
ઉત્પાદ અને વિનાશ ત્રાજવાના બે પલ્લાની ઊંચાઈ અને નીચાઇની જેમ સહભાવી છે. એક પલું જે સમયે ઊંચું થાય તે સમયે બીજું પલ્લું નીચું થાય જ. એમ એક પલ્લું નીચું થાય તો બીજું પલ્લું ઊંચું થાય જ. એ પ્રમાણે એક પર્યાય વિનાશ પામે તે જ સમયે બીજો પર્યાય ઉત્પન્ન થાય જ. એક પર્યાય ઉત્પન્ન થાય તે જ સમયે બીજો પર્યાય અવશ્ય વિનાશ પામે. જૈન દર્શનમાં વિનાશ સર્વથા અભાવ રૂપ નથી તથા સર્વથા અસત્ની ઉત્પત્તિ પણ થતી નથી. વિદ્યમાન વસ્તુ જ અમુક પર્યાય રૂપે નાશ પામીને પર્યાયાંતર રૂપે ઉત્પન્ન થાય છે.
ટીકાર્થ– જે વસ્તુમાં=કુશૂલમાં જે વસ્તુ=ઘટ પૂર્વે ન હતો અને વર્તમાન કાળે તે વસ્તુમાં=કુશૂલમાં તે વસ્તુ=ઘટ દેખાય છે, તેનો કુશૂલનો તે રૂપે ઘટ રૂપે ઉત્પાદ (=ઉત્પત્તિ) થાય. ઉત્પાદથી વિપરીત વિનાશ થાય, અર્થાત્ જે વસ્તુમાં=મૃતપિંડમાં જે વસ્તુ-કુશૂલ પૂર્વે હતો અને વર્તમાનકાળે તે વસ્તુમાં=મૃતપિંડમાં તે વસ્તુ-કુશૂલ દેખાતો નથી, તે વસ્તુનો=મૃતપિંડનો તે રૂપે કુશૂલરૂપે નાશ થાય. કુશૂલ આદિમાં પહેલાં ઘટ ન હતો. કુશૂલ આદિ અવસ્થામાં (=ઘટ બનતાં પહેલાંની અવસ્થામાં) ઘટ આદિનો અભાવ હોય એ વિગત સુપ્રસિદ્ધ છે. વર્તમાનકાળ દંડ-ચક્ર-વસ્ત્ર આદિની સામગ્રી ઉપસ્થિત થતાં કુલ આદિમાં ઘટ દેખાય છે. તેથી કશુલ આદિનો ઘટ રૂપે ઉત્પાદ થયો તથા કુલથી વિપરીત જે ઘટ તે ઘટ જ કુશૂલનો વિનાશ છે. તેનો જે વિનાશ છે તે જ તેની ઉત્પત્તિ છે. (કુશૂલનો વિનાશ એ જ કુશૂલની ઘટ રૂપે ઉત્પત્તિ છે. ઉત્પાદ અને વિનાશ ત્રાજવાના બે પલ્લાની ઊંચાઈ અને નીચાઈની જેમ સમકાલભાવી છે.) (૨૦૫)
ગાથાર્થ– વર્તમાનકાળમાં, ભવિષ્યકાળમાં અને ભૂતકાળમાં જે વસ્તુ જેના સંબંધવાળી થાય છે, તે રૂપે તેનો અવિરામ=નિત્યતા કે સ્થિરતા છે. આથી તે વસ્તુ નિત્ય કહેવાય છે.
ટીકાર્થ– વર્તમાનકાળમાં, ભવિષ્યકાળમાં અને ભૂતકાળમાં જે વસ્તુ માટી જેના=પટ, કુશૂલ અને કપાલના સંબંધવાળી થાય છે તે
પ્રશમરતિ • ૧૭૩