________________
અનુમાન આદિથી પણ જણાતો નથી, જ્યારે અનેક પરમાણુઓ એકઠા થઇને કાર્યરૂપે પરિણમે છે, ત્યારે અનુમાન દ્વારા પરમાણુનું જ્ઞાન થાય છે. - વિવેચન–પરમાણુ એટલે પુગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ (=અંતિમ) અણુ (=અંશ)=પરમાણુ કહેવામાં આવે છે. આમ પરમાણુ પુદ્ગલ અવિભાજય (=જેના કેવલી પણ બે વિભાગ ન કરી શકે તેવો) અંતિમ વિભાગ છે. એનાથી નાનો વિભાગ હોતો જ નથી. એના આદિ, મધ્ય અને અંત પણ એ પોતે જ છે. એ અબદ્ધ (છૂટો) જ હોય છે.
પરમાણુ પ્રદેશથી રહિત હોય છે. પ્રદેશ એટલે વસ્તુ સાથે પ્રતિબદ્ધ વસ્તુનો નાનામાં નાનો અંશ. પરમાણું પણ નાનામાં નાનો અંશ છે, પણ તે અન્ય વસ્તુ સાથે પ્રતિબદ્ધ નથી છૂટો છે, આથી તેને પ્રદેશ ન કહેવાય તથા તેની સાથે બીજા નાનામાં નાના અંશો પ્રતિબદ્ધ ન હોવાથી તે પ્રદેશોથી રહિત છે.
પરમાણુ જો સ્કંધમાં ભળી જાય તો વસ્તુ સાથે પ્રતિબદ્ધ થવાથી પ્રદેશ રૂપ બની જાય. હવે જો સ્કંધમાંથી કોઈ એક પ્રદેશ=અંતિમ અંશ છૂટો પડી જાય તો તે પ્રદેશ પરમાણુ રૂપ બની જાય છે. આમ પરમાણુ અને પ્રદેશ એ બંને નાનામાં નાના અંતિમ અંશ રૂપ છે. નાનામાં નાનો અંતિમ અંશ જો છૂટો હોય તો તે પરમાણુ કહેવાય અને વસ્તુ સાથે પ્રતિબદ્ધ હોય તો પ્રદેશ કહેવાય. પ્રદેશ અને પરમાણુમાં આ જ (પ્રતિબદ્ધતાનો અને અપ્રતિબદ્ધતાનો) તફાવત છે.
પરમાણુમાં રૂપાદિ ચારે ગુણો અવશ્ય હોય છે. પણ કેટલે અંશે હોય છે એ નિયત નથી. અર્થાત્ રૂપાદિ અમુક જ પ્રમાણમાં હોય છે એવું નથી. વધારે ઓછા થયા કરે છે. દા.ત. કોઇ એક પરમાણુમાં વર્તમાન સમયમાં જેટલો રસ છે, બીજા સમયમાં રસ એનાથી ઓછો થઈ જાય કે વધી પણ જાય. આથી પરમાણુમાં ક્યારે કેટલા અંશે રૂપાદિ હોય તે ચોક્કસ કહી શકાય નહીં.
અંધ એટલે પરસ્પર જોડાયેલા પરમાણુઓનો જથ્થો. આપણે જોઈ ગયા કે પરમાણ જ જયારે બીજાની સાથે જોડાઈ જાય છે ત્યારે પ્રદેશરૂપ બની જાય છે. એટલે સ્કંધમાં કેટલા પ્રદેશો છે એનો
પ્રશમરતિ ૦ ૧૭૭