________________
ટીકાર્થ– અહીં ઘણા પરમાણુઓના સમુદાયરૂપ સ્કંધો સમજવા, ચણુક વગેરે નહીં. કારણ કે યણુક વગેરે સ્કંધો પ્રસ્તુત (કર્મ વગેરે) કાર્યોમાં ઉપયોગી નથી.
કર્મ જ્ઞાનાવરણીય વગેરે કર્મ. શરીર=ઔદારિક વગેરે.
મન-મનોવર્ગણા. (જીવ જયારે વિચાર કરે છે ત્યારે પહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. પછી તે પુદ્ગલોને મનરૂપે પરિણમાવે છે. પછી તે પુગલોને છોડી દે છે. અહીં મન રૂપે પરિણમેલા પુદ્ગલો મન છે. મન રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડી દેવા તે વિચાર છે.)
વાણી=બે ઇન્દ્રિય આદિ જીવોથી ઉચ્ચારાતી વાણી. વિવિધ ચેષ્ટા=લેવું, ઊંચે ફેંકવું, સંકોચાવું વગેરે વિવિધ વ્યાપારો= પ્રવૃત્તિઓ. ઉચ્છવાસ=શ્વાસોચ્છવાસ. દુઃખ=જાણીતું છે. (અશાતા વેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભોજન આદિ દ્વારા ઉત્પન્ન થતો માનસિક સંક્લેશ. દુઃખ અશાતા વેદનીય કર્મના ઉદય રૂ૫ આંતર અને અનિષ્ટ ભોજન આદિની પ્રાપ્તિરૂપ બાહ્ય કારણથી થાય છે. આ બંને કારણો પૌગલિક હોવાથી દુઃખ પુદ્ગલનો ઉપકાર છે.)
સુખ=જાણીતું છે. (સાતા વેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી, ભોજન, વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતા. આમાં શાતા વેદનીયનો ઉદય આંતરિક અને ઈષ્ટભોજનાદિ બાહ્ય કારણ છે. આ બંને કારણો પુદ્ગલરૂપ હોવાથી સુખ પુદ્ગલનો ઉપકાર છે.)
જીવિત=આયુષ્ય. જૈનો આયુષ્યને પૌલિક માને છે અથવા જીવનાં સહાયભૂત આહાર-પાણી વગેરે હેતુઓ જીવિત છે.
મરણ=પ્રાણત્યાગ. મરણ પણ (આયુષ્યકર્મ રૂ૫) પુદ્ગલોના નાશરૂપ હોવાથી પૌદ્ગલિક છે અથવા મરણના શસ્ત્ર-અગ્નિ-વિષ વગેરે હેતુઓ પુદ્ગલ રૂપ હોવાથી મરણ પૌદ્ગલિક છે.
પ્રશમરતિ • ૧૮૬