________________
પ્રમાણે કરે છે એક જીવ કેવળી સમુદ્યામાં લોકવ્યાપી બને છે. વા શબ્દથી અજીવ પણ અચિત્ત મહાત્કંધ લોકવ્યાપી બને છે. (૨૧૩) धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया, जीवमृते चाप्यकर्तृणि ॥ २१४ ॥ धर्माधर्माकाशानि त्रीणि एकैकमिति-एकैकद्रव्यरूपाणि, अत-एतस्मात् परं-व्यतिरिक्तं त्रिकं-कालपुद्गलजीवास्तिकायात्मकमनन्तं-अनन्तप्रमाणं । कालं विना-कालमन्तरेण पञ्च, अस्तिकायाः-प्रदेशसमूहाः, अयमर्थः-धर्माधर्मलोकाकाशैकजीवप्रदेशा असङ्ख्याः पुद्गला अनन्ता इति । जीवमृतेचापिजीवास्तिकायं विना अन्यद्रव्याणि पञ्चाप्यकतृणि-न सुखदुःखादेः कारणानि जीव एव सुखदुःखकारी, अकतृत्वे सति संसाराभावप्रसङ्गादिति ॥ २१४ ॥
ગાથાર્થ– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યો એક એક છે. બાકીના કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણ દ્રવ્યો અનંત છે. કાળ સિવાયના પાંચ દ્રવ્યો અસ્તિકાય=પ્રદેશના સમૂહરૂપ છે. જીવ સિવાયનાં પાંચે ય દ્રવ્યો અકર્તા છે.
ટીકાર્થ– જીવ સિવાયનાં પાંચે ય દ્રવ્યો અકર્તા છે, એટલે કે સુખદુઃખ આદિનાં કારણ નથી, જીવ જ (પોતાના) સુખ-દુઃખને કરનારો છે. (શુભાશુભ કર્મનો કર્તા છે. આથી જીવ પોતાના સુખ-દુઃખનું કારણ છે, અથવા પોતાના સુખ-દુઃખનો કર્તા છે.) જો જીવ (કર્મનો) કર્તા ન હોય તો (ચતુર્ગતિ રૂપ) સંસારના અભાવનો પ્રસંગ આવે.
વિવેચન–જેમ એક જીવ, બે જીવ.. એમ જીવોની સંખ્યા અનેક અનંત છે, તેમ એક ધર્માસ્તિકાય બે ધર્માસ્તિકાય... એમ ધર્માસ્તિકાય આદિની એકથી વધારે સંખ્યા નથી. એક જ ધર્માસ્તિકાય અને એક જ અધર્માસ્તિકાય સંપૂર્ણ લોકમાં રહેલ છે. સર્વત્ર રહેલ આકાશ પણ એક જ છે.
પ્રશ્ન- જો આકાશ એક જ છે તો તેના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભેદ કેમ છે ?
ઉત્તર- આકાશ એક હોવા છતાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સ્થિતિની અપેક્ષાએ તેના બે ભેદ છે. જેટલા ક્ષેત્રમાં ધર્માસ્તિકાય આદિ
પ્રશમરતિ • ૧૮૨