________________
एवमयं सप्तप्रकारो वचनविकल्पः, अत्र च सकलादेशास्त्रयः-स्यादस्ति १ स्यान्नास्ति २ स्यादवक्तव्यः ३, शेषाश्चत्वारो विकल्पा विकलादेशाः-स्यादस्ति च नास्ति च १ स्यादस्ति चावक्तव्यश्च २ स्यान्नास्ति च अवक्तव्यश्च ३ स्यादस्ति च नास्ति चावक्तव्यश्चेति ४, अतोऽन्येन प्रकारेणान्यथा, अर्पितं विशेषितमुपन्यस्तं (नीतं), अनर्पितमविशेषितमनुपनीतं चेत्यस्माद्विशेषात् (ग्रंथ १२००) सप्त विकल्पा भवन्ति ॥ २०४ ॥ તથા બીજું લક્ષણ કહે છે, અર્થાત્ “સતનું લક્ષણ કહે છે
ગાથાર્થ– ઉત્પાદ-વિગમ-નિત્યત્વ (ઉત્પત્તિ-વિનાશ-સ્થિરતા) આ ત્રણે લક્ષણો જેમાં હોય તે બધુંય સત્ છે. જો ઉત્પાદ આદિ ત્રણેનો સ્વીકાર કરવામાં ન આવે તો જે સત્ છે તે અસત્ બની જાય અથવા જે અસત્ છે તે સતુ બની જાય. પ્રધાન અને ગૌણની વિવક્ષાથી એક જ વસ્તુમાં ઉત્પાદ વગેરે ત્રણેય ઘટે છે.
[અહીં ટીકાર્થ લખતાં પહેલાં વિવેચન લખવામાં આવે છે. જેથી ટીકાર્ય સરળતાથી સમજી શકાય.]
દરેક વસ્તુમાં બે અંશ હોય છે– (૧) દ્રવ્યાંશ (૨) પર્યાયાંશ. દ્રવ્યાંશ સ્થિર છે, જ્યારે પર્યાયાંશ અસ્થિર=ઉત્પત્તિ-વિનાશશીલ છે. આથી દરેક વસ્તુમાં પ્રત્યેક સમયે નવા નવા પર્યાયો ઉત્પન્ન થાય છે. પૂર્વ પૂર્વના પર્યાયો નાશ પામે છે, તથા મૂળ દ્રવ્ય કાયમ રહે છે. પર્યાયો વસ્તુના પોતાના હોવાથી પર્યાયોના ઉત્પાદ-વિનાશ વસ્તુના જ કહેવાય. આમ દરેક વસ્તુ પ્રત્યેક સમયે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે તથા દ્રવ્યરૂપે સ્થિર (=કાયમ) રહે છે.
આ હકીકત આપણે ઘટના દષ્ટાંતથી વિચારીએ. જે સમયે ઘટ ફૂટી જવાથી તેના ઠીકરાં થયાં તે સમયે માટી રૂપ દ્રવ્યમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા એ ત્રણે છે. ઘટ અને ઠીકરાં એ બંને માટીનાં પર્યાયો છે. માટીનો ઘટ રૂપ પર્યાય નાશ પામ્યો અને ઠીકરાં રૂપ પર્યાય ઉત્પન્ન થયો. આનો અર્થ એ થયો કે માટી ઘટ રૂપે નાશ પામી અને ઠીકરાં રૂપે ઉત્પન્ન થઇ તથા માટી રૂપે સ્થિર રહી.
પ્રશમરતિ • ૧૬૪