________________
ઉદયથી થયેલો ભાવ તે ઔદિયક ભાવ. તેના ૨૧ ભેદો છે. તે આ પ્રમાણે– નરકગતિ આદિ ૪ ગતિ, ૪ કષાય, ૩ લિંગ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, ૬ લેશ્યા. આ ગતિ વગેરે બધાય ભાવો કર્મના ઉદયથી પ્રગટ થાય છે. અહીં ગતિના ગ્રહણથી બાકીના ભવોપગ્રાહી કર્મોનું ગ્રહણ કર્યું છે. કષાય આદિના ગ્રહણથી ઘાતી કર્મોનું ગ્રહણ કર્યું છે. આ વિગત તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર 'ગંધહસ્તિભાષ્યના કર્તા ગંધહસ્તી શ્રીસિદ્ધસેન દિવાકરે કહી છે.
પ્રશ્ન– આના આધારે તો એ નિશ્ચિત થયું કે કર્મના ઉદયથી જે જે ભાવ થાય તે બધા ભાવો ઔદિયક ભાવો છે. આથી અહીં એ પ્રશ્ન થાય છે કે અહીં જણાવેલ અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ વગેરે ઔદયિક ભાવમાં કેવી રીતે આવે ? કારણ કે જેમ ગતિ આદિ ભાવો ગતિ નામ કર્મ વગેરે કર્મના ઉદયથી થાય છે. તેમ અજ્ઞાન વગેરે કોઇ અમુક ચોક્કસ કર્મના ઉદયથી થતા નથી.
ઉત્તર– અજ્ઞાન વગેરે ભાવ ઔયિક ભાવનું કાર્ય હોવાથી તેમનામાં ઔયિક ભાવ વિચારવો. (જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને દર્શન મોહનીયના ઉદયથી અજ્ઞાનભાવ થાય છે. સંજવલન સિવાય બાર કષાયના ઉદયથી અસંયમ થાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મના ઉદયથી અસિદ્ધત્વ થાય છે. લેશ્યા મનોયોગના પરિણામ રૂપ છે. મનોયોગ મન:પર્યાતિ નામકર્મના ઉદયથી થાય છે.)
(૨) પારિણામિક— પારિણામિક ભાવના જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકાર છે. આ ત્રણે પારિણામિક ભાવો અનાદિથી છે અને કર્મનો ઉદય આદિની અપેક્ષા રાખતા નથી.
(૩) ઔપશમિક– કર્મના ઉપશમરૂપ નિમિત્તથી થયેલ ભાવ ઔપશમિક ભાવ છે. ઔપમિક ભાવના સમ્યક્ત્વ અને ચારિત્ર એમ બે ભેદ છે.
(૪) ક્ષાયિક– કર્મના ક્ષયથી થયેલ ભાવ ક્ષાયિક છે. ક્ષાયિકભાવના કેવળજ્ઞાન, કેવળદર્શન, દાનલબ્ધિ (=દાન), લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એમ નવ ભેદો છે.
૧. વર્તમાનમાં ગંધહસ્તિભાષ્ય ઉપલબ્ધ નથી.
પ્રશમરતિ - ૧૫૨