________________
રાગાદિ ઉપર વિજય દશ પ્રકારના ધર્મના આસેવનથી સાધી શકાય છે. એમ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર હવે 'અન્વય-વ્યતિરેકથી રાગાદિ વિજયને કહે છે
ગાથાર્થ– દુર્લભ પણ બોધિ સેંકડો ભવો પછી મળી જવા છતાં વિરતિ અત્યંત દુર્લભ છે. આમાં ચાર કારણો છે– (૧) મોહ, (૨) રાગ, (૩) કુમાર્ગનું વિલોકન અને (૪) ગૌ૨વ.
ટીકાર્થ– મોહ=અજ્ઞાનતા. (આ કામ કર્યા પછી, તે કામ કર્યા પછી દીક્ષા લઇશ એમ વિચારે અથવા સર્વત્યાગ કરવા હું સમર્થ નથી, દેશવિરતિ સ્વીકારીશ, એમ વિચારે. આ અજ્ઞાનતા નથી તો બીજું શું છે ? નહિ તો જ્યાં કાચી સેકંડ સુધી પણ જીવનનો ભરોસો ન હોય ત્યાં આવા વિચારો કેમ આવે ? તે જીવ એમ વિચારતો નથી કે આ જીવન ક્ષણભંગુર છે. તેથી હું ક્યારે ઉપડી જઇશ અને સર્વવિરતિ વિના મરીશ.)
રાગ=પત્ની આદિ ઉપર સ્નેહરાગ હોવાથી પત્ની આદિને છોડવા સમર્થ થતો નથી.
કુમાર્ગનું વિલોકન=કુમાર્ગને જોવાથી ચિત્તનો ભ્રમ થવાના કારણે સર્વવિરતિ ન લે. (કુમાર્ગને જોવાથી ચિત્તનો ભ્રમ થવાના કારણે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય એથી સર્વવિરતિ ન મળે.)
ગૌરવ=આસક્તિ. ઋદ્ધિગારવ, રસગારવ અને સાતાગારવને આધીન બનવાથી સર્વવિરતિને ન પામે. (લોભ કષાયના કારણે ઋદ્ધિનો ત્યાગ ન કરી શકે. રસનેન્દ્રિયને આધીન બનવાથી મધુ૨૨સ આદિની લાલસાના કારણે સર્વવિરતિને ન સ્વીકારે. સાતાગારવના કારણે શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સહન ન કરી શકે. શય્યા સુવાળી જોઇએ. મકાન પણ ઠંડી-ગરમી ન લાગે તેવું જોઇએ. બ્રહ્મચર્ય ન પાળી શકે. આમ સાતા ગારવના કારણે સર્વવરિત ન પામી શકે.) (૧૬૩)
तत् प्राप्य विरतिरत्नं, विरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रियकषायगौरवपरीषहसपत्नविधुरेण ॥ १६४ ॥
૧. અન્વય એટલે સાહચર્યનો સંબંધ. જેમ કે, જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય. વ્યતિરેક એટલે અભાવ. જેમ કે જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમાડો ન હોય.
પ્રશમરતિ ૦ ૧૨૫