________________
इतरन्मिथ्यादृष्टेः, एवं राशिद्वयमीलने सोऽष्टधा-अष्टप्रकारः । कीदृशः ? साकारो-विशेषग्राही । चक्षुर्दर्शनादिरनाकारः-सामान्यग्राही चतुर्धेति ॥ १९५ ।।
આ જ વિષયને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છેગાથાર્થ– જ્ઞાનના પાંચ પ્રકાર અને અજ્ઞાનના ત્રણ પ્રકાર એમ આઠ ભેદો સાકાર (=જ્ઞાન) ઉપયોગના છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ચાર ભેદો અનાકાર ( દર્શન) ઉપયોગના છે.
ટીકાર્થ– મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એમ પાંચ જ્ઞાનના પ્રકાર છે. મતિ, શ્રુત, અવધિ એમ ત્રણ પ્રકાર અજ્ઞાનના છે. એમ કુલ આઠ ભેદો સાકાર ઉપયોગના છે. તેમાં જ્ઞાનના પાંચ પ્રકાર સમ્યગ્દષ્ટિ જીવોમાં હોય અને અજ્ઞાનના ત્રણ પ્રકાર મિથ્યાદષ્ટિ જીવોમાં હોય. [મતિજ્ઞાન=મન અને ઇન્દ્રિયોથી થતો બોધ.
શ્રુતજ્ઞાન=મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ.
અવધિજ્ઞાન=મન અને ઇન્દ્રિયોની અપેક્ષા વિના આત્મશક્તિથી થતો રૂપી દ્રવ્યોનો બોધ.
મન:પર્યવજ્ઞાન-અઢી દ્વીપમાં રહેલા પંચેન્દ્રિય જીવોના મનમાં વિચારોનો બોધ.
કેવળજ્ઞાન-ત્રણ કાળના સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોનું જ્ઞાન. મિથ્યાદર્શન યુક્ત જીવના મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાન અજ્ઞાન સ્વરૂપ છે. આથી આ ત્રણ જ્ઞાનનું જે લક્ષણ (=અર્થ) છે તે જ અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, અવધિ અજ્ઞાનનું લક્ષણ છે. ચક્ષુદર્શનચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્યથી બોધ.
અચક્ષુદર્શન=આંખ સિવાય ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા થતો વસ્તુનો સામાન્યથી બોધ.
અવધિદર્શન=ઇન્દ્રિયોની સહાય વિના આત્મશક્તિથી થતો કેવળ રૂપી દ્રવ્યોનો સામાન્યથી બોધ.
કેવળદર્શન ત્રણે કાળનાં સર્વ દ્રવ્ય-પર્યાયોનો સામાન્યથી બોધ.
પ્રશમરતિ ૦ ૧૪૮