________________
प्रकारेण तं विषयं - (ग्रं. ३००) शब्दादिकमिष्टानिष्टतया प्रकल्पयति-पर्यालोचयतीति । अत्र भावना - यथा विषं अशुभमपि शत्रुविनाशकत्वेनेष्टं तथा मिष्टान्नमपि पित्तघ्नमिति मत्वा द्वेष्टीति ॥ ५० ॥
આવો ભાવ પરિણામના કારણે થાય છે, પરિણામ નિમિત્ત વિના ન થાય, એમ જણાવતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ– નિમિત્તને આધીન બનીને જ્યાં જેવું જે જે પ્રયોજન હોય ત્યાં તે તે પ્રયોજનથી તદનુસાર (=જેવું પ્રયોજન હોય તે પ્રમાણે) તે વિષયને શુભ કે અશુભ કલ્પી લે છે.
ટીકાર્થ– રાગાદિની આધીનતાથી શબ્દ વગેરેમાં મધુર શબ્દ શ્રવણ વગેરે પ્રયોજનથી શબ્દ વગેરેને શુભ કે અશુભ કલ્પી લે છે. જેમ કે— વિષ અશુભ હોવા છતાં શત્રુને મા૨વો હોય તો ઇષ્ટ બને છે. મિષ્ટાન્ન શુભ હોવા છતાં રોગી મિષ્ટાન્ન પિત્તને હણનારું છે એમ માનીને મિષ્ટાન્ન ઉપર દ્વેષ કરે છે.
અહીં તાત્પર્ય એ છે કે વસ્તુ નથી તો શુભ કે નથી તો અશુભ. વસ્તુ માત્ર વસ્તુ છે. પણ રાગ-દ્વેષને આધીન બનેલ જીવ તેમાં તે તે નિમિત્તથી શુભ-અશુભની કલ્પના કરે છે.
[(૧) એક દિવસ ઉનાળામાં અકળાવનાર વસ્ત્ર સમય આવતાં (શિયાળામાં) શરીરને હુંફ આપે છે. (૨) ક્ષણ પહેલાં ટેસ આપનાર દૂધપાક-પુરીનું જમણ કંઇક અનિષ્ટ સમાચાર મળતાં ગળે ઉતરતું નથી. (૩) દિમાગને હળવું બનાવનાર રેડિયાનું સંગીત માંદગી આદિમાં દિમાગને ભારે બનાવે છે. (૪) વિષે અણગમતી વસ્તુ છે. પણ મૃત્યુની શય્યામાં સ્વયં પોઢવું હોય કે બીજા કોઇને પોઢાવવાના હોય તો વિષ ગમતી વસ્તુ બની જાય છે. (૫) મૂત્રની અત્યંત સૂગ ધરાવનારાઓ કેટલાક માનવો રોગનિવારણ માટે સ્વમૂત્ર પીતા થયા છે. શુભ-અશુભનાં આવાં દૃષ્ટાંતો સંસારમાં અનેક બનતાં હોય છે.)] (૫૦)
अस्यैवार्थस्य भावनामाह
अन्येषां यो विषयः, स्वाभिप्रायेण भवति पुष्टिकरः । स्वमतिविकल्पाभिरतास्तमेव भूयो द्विषन्त्यन्ये ॥ ५१ ॥ પ્રશમરતિ • ૪૫