________________
ટીકાર્થ– શુચિપિશાચ બ્રાહ્મણની કથા આ પ્રમાણે છે- કોઇક સ્થાનમાં શુચિપિશાચ નામનો બ્રાહ્મણ હતો. અહીં રહેનારાઓને અશુચિ જ થાય એમ માનીને તેણે લોકથી પરિપૂર્ણ (કમનુષ્યોની વસતિવાળા) દેશનો ત્યાગ કરીને સમુદ્રમાં રહેલા દ્વીપમાં પ્રવેશ કર્યો. ત્યાં જેનું વહાણ ભાંગી ગયું છે એવો વણિક એની પહેલાં ગયેલો રહે છે. ત્યાં શેરડીની વાડીઓ ઘણી છે. કેવળ શેરડીનો રસ પીવાથી તે ગુદામાર્ગથી ગોળના ગાંગડા જેવી વિષ્ઠાનો ત્યાગ કરતો હતો. તેને જોઈને શુચિવાદી શુચિપિશાચે ખાધી. દરરોજ તેનાથી તૃપ્ત રહે છે. બીજા સમયે તેણે ફરતા વણિકને જોયો. તેણે વણિકને પૂછ્યું. અહીં આવવાનું શું પ્રયોજન છે ? વણિકે કહ્યું. વહાણ ભાંગી જવાથી અહીં આવ્યો છું. ફરી પૂછયું: તમારા ભોજનની વ્યવસ્થા કેવી રીતે છે? વણિકે કહ્યું: શેરડીના રસનું ભક્ષણ કરવાથી. વણિકે તેને પૂછ્યું: તમે અહીં કેમ આવ્યા છો ? તેણે પણ કહ્યું: લોકથી પરિપૂર્ણ સ્થાનમાં અશુચિ થાય એ કારણથી હું અહીં આવ્યો છું. વણિકે કહ્યું: આહાર વિના અહીં તમે કેવી રીતે રહો છો ? શુચિપિશાચે કહ્યું: દરરોજ શેરડીના ફળોનું ભક્ષણ કરતો હું અહીં રહું છું. તેથી આશ્ચર્ય પામેલા વણિકે કહ્યું. મને પણ તે શેરડીફળો બતાવ. તેથી તેણે વણિકે ત્યાગ કરેલી વિષ્ઠાને. બતાવી. તેથી હસીને વણિકે કહ્યું: તમે દરરોજ મારી વિષ્ઠાનું ભક્ષણ કરો છો. અહો ! તમારો શુચિવાદ સુંદર છે ! તેથી ઉદ્વિગ્નમનવાળો તે તે સ્થાનથી પણ નીકળી ગયો અને બીજા દ્વીપમાં ગયો. ત્યાં પણ વલ્ગલિ પક્ષી આદિથી ચુંથાયેલાં (એંઠા કરાયેલાં) ફળોને ખાધાં. આ પ્રમાણે તે જયાં જયાં જાય છે (=ગયો) ત્યાં ત્યાં દુઃખનો ભાગી બન્યો. (૯૮)
ततश्च
सर्वमदस्थानानां, मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः, परपरिवादश्च सन्त्याज्यः ॥ ९९ ॥ सर्वमदस्थानानां पूर्वोक्तस्वरूपाणां मूलोद्घातार्थिना-आदित एव विनाशमभिलषता सदा-सर्वदा यतिना-साधुना । किं कार्यमित्याहआत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः इति प्रकटमिति ॥ ९९ ॥
પ્રશમરતિ • ૭૬