________________
:
૫ :
અસાડ સુદ ૧૫ને અંકમાં ઉપસ્થિત કરેલી અમોએ જોઈ, વાંચી, વિચારી, અને પ્રત્યુત્તર આપવા મન પ્રેરાયું છે.
જેન કોમમાં અત્યારના સમયમાં અનેક દાવાગ્નિઓ જાગેલી દેખાય છે. તેમાં ભારે નવીન અગ્નિ પેદા કરવો તે મારૂં કર્તવ્ય નથી, છતાં પ્રત્યુત્તર અપાય નહી તો સત્ય વાતને અસત્યના રૂપમાં લોકે ઘસડી જાય, તેવા જ કારણે ભારે પ્રત્યુત્તર આપવાની ફરજ પડેલી છે.
સત્ય વસ્તુને અસત્યના રૂપમાં બદલવા કોઈ વ્યક્તિ તૈયાર થતી હોય તો તે વ્યક્તિએ શાસ્ત્રીય પ્રણાલિકાનું ઉલ્લંઘન કર્યું કહેવાય ને ?
શાસ્ત્રિય મર્યાદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પ્રમાણિકતાના રૂપમાં ઠરી શકે છે? અપ્રમાણિક રૂપમાં આવતાં લખાણે જનતાને અવળા રસ્તે દોરી ખાબોચીયામાં ઘસડે છે, તેવી જ રીતે “સિદ્ધચક્ર” પાક્ષિકે અસાડ સુદ ૧૫ તા. ૨૬-૭–૩૪ ગુરુવાસ્ના અંકમાં સમાલોચનાના પ્રકરણમાં ૩૭૬મા પાને એક જ શાસ્ત્રીય લીટી લખી જનતાને અવળે રસ્તે દોરી છે.
કોઈપણ સાધુ મુહપત્તિ વ્યાખ્યાનાદિ સમયે બાંધે અગર ન પણ બાંધે તેવો અમને કદાગ્રહ કે હઠ નથી. કારણ દરેક છો જે રૂચે તે પ્રમાણે કરી શકે છે, પરંતુ સત્ય વસ્તુને અસત્યના રૂપમાં ફેરવવાની ચાલબાઝ ખેલી લેકને દોરવા માગે ત્યાં તરત જ સજન માણસેએ સત્ય વસ્તુની એાળખાણું કરાવવા આ લેખિની તૈયાર થઈ છે. તે વાંચકગણે વાંચી વિચારશે.
સિદ્ધચકના લેખક પંચવસ્તુમાં ૯૫૭મી ગાથાની ટીકામાં“ગુણવત્રિકા જિfષgણીતા નિરગુલશન: ” આ લીટી સ્વીકારી અર્થ કરે છે કે “ હાથમાં પકડેલી મુહપત્તિથી જ વ્યાખ્યાનમાં મુખ ઢાંકવાનું સ્પષ્ટપણે લખે છે.”
ઉપરની લીટીને ઉપર બતાવેલો અર્થ લખી સિદ્ધચક્રના લેખક વ્યાખ્યાનમાં મુહપતિ બાંધવાનું વિધાન નથી એમ સ્પષ્ટપણે બતાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com