Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 106
________________ * 100 : વ્યાખ્યાન સમયે મુહપત્તિ બાંધવાની પ્રવૃત્તિ અમુક આચાર્યથી શરૂ થઈ છે, એવું અતિહાસિક પ્રમાણ સાગરજી મહારાજ પણ આપી શક્તા નથી તેમજ અંતિમ પૂર્વધર દેવદ્ધિગણી ક્ષમક્ષમણ મહારાજથી આરંભીને અત્યાર સુધીમાં માનતુંગરિજી યાકિનીમહારાસનું હરિભદ્રસૂરિજી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી, સેમિપ્રભસૂરિજી, મુનિસુંદરસૂરિ, આણંદવિમળમૂરિ, જગદગુરુ હીરવિજયસૂરિ, પ્રખર વિદ્વાન ઉપાધ્યાયશ્રી યશોવિજયજીગણી વિગેરે ઘણુ વિદ્વાન થયા છે. એમાંથી અમુક આચાર્યો મુપત્તિ બાંધવાને વિરોધ કર્યો એ પણ એતિહાસિક પુરાવો આપી શકતા નથી, છતાં સમાલોચક પિતાના શબ્દોમાં એમ જાહેર કરે છે કે “નીકળી જવી યોગ્ય હાઈ” તો તેઓશ્રી કઈ અપેક્ષાએ 150 વર્ષની જૂની પરંપરાને નીકળી જવી યોગ્ય સમજે છે? જો એમ માનતા હોય કે મુહપત્તિ બાંધવી એ કુલિંગ છે (?) તે ગણધર મહારાજાએ પણ અવસરે અવસર મુહપતિ બાંધી છે એમ પ્રશ્નોત્તરસાર્ધશતકમાં લખ્યું છે અને વિપાકસૂત્રમાં ગૌતમસ્વામીજીને દાખલો છે, એટલે કુલિંગ પણ કહી શકાય નહી. કદાચિત સાવલની અપેક્ષાએ નીકળી જવી યોગ્ય માનતા હોય તો તે પણ વ્યાજબી નથી. કેમકે " વ્યાખ્યાન વાંચવા વખતે પૂર્વપુરુષોએ મુહપતિ” એમ તે સિહચકાર પણ પિતાના શબ્દોમાં કબૂલ કરે છે. બીજુ સભાની અંદર પસૂત્ર વાંચવાની શરૂઆત વીર સં. 997 થી થઈ છે. જો કે બીજા વ્યાખ્યાને માટે સમય નિયમ નથી, મરજી પ્રમાણે વંચાય છે; પણ કલ્પસત્રનાં વ્યાખ્યાને તે પૂરા કરવા જ પડે એટલે વધારેમાં વધારે ત્રણ ચાર કલાક તો ચાલે જ; પણ મુહપત્તિ નાક પર રહે, છે તેથી કોઈ કોઈ વાર થુંક લાગે તે પણ નાકમાંથી નીકળતા પવનથી સુકાઈ જાય છે તેથી મુહપતિ બંધનમાં પૂર્વપુરુષોએ છેત્પત્તિને સંભવ માન્ય નથી. જે વ્યાખ્યાન સમયે મુહપત્તિ બાંધવી એમાં છવોત્પત્તિને સંભવરૂપ દેષ હેય તે પૂર્વપુરુષો એવી પ્રવૃતિ કરે જ કેમ ? કેમકે પૂર્વ ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવલના ત્યાગી હતા અને એમણે સાવઘ પ્રવૃતિને વિરોધ કર્યો છે તે વાત નિર્વિવાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 104 105 106