Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 105
________________ સમાચના કરતા સિદ્ધયકાર તા. ૨૬-૭-૩૪ ના અંક માં લખે છે કે “ લાંબા તાડપત્ર ઉપરશી વ્યાખ્યાન વાંચસ્થા વખતે પૂર્વ પુરુષોએ મુહપત્તિ બાંધી અને તે એક હાથે પાનાં વિચાય તેવી પ્રતાના વખતમાં ચાલુ રહી, પણ તે નીકળી જવી ચગ્ય હોઈ નીકળી ગઈ છે એમ માનવું શું ખોટું છે ?” અતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં એમ લાગે છે કે વીર સં. ૯૮૦ માં અંતિમ પૂર્વધર શ્રી દેવહિંગણી ક્ષમાક્ષમણુ મહારાજાએ આગ પુસ્તકારૂઢ કર્યા એટલે તાડપત્ર પર લખાયા તે સમયથી વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવાની શરૂઆત થઈ હોય એમ સાગરજી પોતાના શબ્દોથી મુહપત્તિ બાંધવાનું જાહેર કરે છે. આજદિન પર્યત એ પ્રવૃત્તિ ચાલે છે, એમ જેને જગત સારી રીતે જાણે છે. તાડપત્ર ઉપર પુસ્તકે લખાયાને આજે ૫૦૦) વર્ષ થયાં છે એટલે મુહપતિ બાંધવાનો રિવાજ સમાલોચનાના કથન પ્રમાણે આજકાલ તો ન જ ગણાય; પણ ૧૪૦૦ અથવા ૧૫૦૦ વર્ષ પ્રાચીન ગણાય. વિક્રમ સં. ૧૨ની આસપાસ ચત્યવાસ શરૂ થયો હતો. અને મુનિસુંદરસૂરીશ્વરજીના સમયમાં તેને અંત આવ્યો હતો. પૂર્વધર કાલિકાચાર્ય મહારાજે શાલિવાહન રાજાના કહેવાથી ભાદરવા શુ. ૪ ના દિવસે સાંવત્સરિક પર્વ કર્યું અને તે સમયના સર્વ ગીતાર્થોએ એને સંમતિ આપી. એટલે પૂર્વાચાર્યોની પરંપરાથી ચોથના દિવસે એ પર્વની આરાધના કરાય છે. વિક્રમ સં. ૧૧૫૬ માં ચંદ્રપ્રભસૂરિએ ચોથને વિરોધ કર્યો એમ ઇતિહાસ કહે છે. આ એથની આરાધના પરંપરાથી છે એમ ધર્મ સંગ્રહમાં પણ લખ્યું છે, કેઈ સ્થલે સૂત્રમાં વિધાન નથી. નિશિથચૂર્ણિમાં ચોથને કારણિક કહેલ છે, છતાં આ બાબત સાગરજી જરાએ વિરોધ કરતા નથી અને પરંપરાને સૂત્ર તુલ્ય માનીને તેનું સમર્થન કરે છે, તો પછી આ મુહપત્તિ બંધનની પરંપરાને તેઓશ્રી કેમ તોડે છે એને હેતુ સમજાતો નથી. પરંપરા તોડનારને માટે આનંદધનજી મહારાજ શું કહે છે? चरणि भाष्य सूत्र नियुक्ति वृत्ति परंपर अनुभव रे । समये पुरुषना अंग कह्या ए जे छेदे ते दुरभव रे ॥ ॥८॥ (ગાય સપના) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 103 104 105 106