________________
સમાલોચના પર દષ્ટિપાત
તા. ૧૮ નવેંબર ૧૯૩૪
હાલ શ્વેતામ્બર જૈન સાધુઓમાં બે પક્ષ છે. એક પક્ષ વ્યાખ્યાન સમયે મુહપતિ મુખ ઉપર બાંધે છે ત્યારે બીજો પક્ષ નથી બાંધતો અને માનસિક કલ્પનાઓથી સત્ય વસ્તુને અસત્યના રૂપમાં જાહેર કરે છે. વ્યાખ્યાન સમયે મુહપત્તિ બાંધવાનો રિવાજ મારી સમજ પ્રમાણે અને વાદીતાલ સાતિસૂરિવિરચિત ચૈત્યવંદન મહાભાષ્યના આધારે તીર્થની સ્થાપના થઈ ત્યારથી ચાલુ થયેલ હોવો જોઈએ. તદ– सिंहापणे निसनो पाए ठविउण पायपीठमि ।
ષણ કો બિના રે ગુગર / ૮૦ મા तेणं चिय सूरिवहा कुणंति वक्खाण जोगमुहाए । . जं ते जिणपडिस्वा धरति मुहपत्ति नवरं ॥ ८५॥
અર્થજિનેશ્વર ભગવાન સિંહાસન ઉપર બેસી, પાપીઠ ઉપર પગ સ્થાપન કરી, હાથમાં યોગમુદ્રા ધારણ કરીને દેશના આપે છે, તેથી જિનેશ્વરના પ્રતિરૂપ (પ્રતિનિધિરૂ૫) ગણધર મહારાજાએ પણ યોગમુદ્રાએ જ ધર્મદેશના આપે છે. વિશેષમાં એટલું કે તેઓ મુહપત્તિ ધારણ કરે છે. અહિં ગણધરને માટે મુહપત્તિ ધારણ કરીને ચોગમુદ્રાએ દેશના આપવાનું લખ્યું છે –ોગમુકા-બે હાથની અન્ય દશ આંગલીઓ ભરાવીને હાથની કોણી પેટ ઉપર રાખે તે પગમુદ્રા કહેવાય. અર્થની દેશના આપનાર આચાર્ય તીર્થકર તુલ્ય છે એમ
વ્યવહાર ભાષ્યના ૬ ઠ્ઠા ઉદ્દેશાની ગાથા ૨૦૨ માં કહ્યું છે. અહિં યોગમુદ્રા જિનેશ્વરના અનુકરણને માટે છે અને સાવલ ભાષાના પરિહાર માટે મુહપત્તિ ધારણ કરવાનું કહ્યું છે. અત્રે નહિ બાંધનાર પક્ષ ધતિ પદનો અર્થ હાથમાં રાખવાનો કરે છે, પરંતુ મૂલ ગાથાની અંદર તો હાથમાં ફક્ત યોગમુદ્રા જ ધારણ કરવાનું વિધાન છે. સાથે મુહપત્તિ રાખવાનો નિર્દેશ નથી એટલે મુહપત્તિ જુદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com