________________
ટેટ:
પડે છે, તેથી તે સાવધ ભાષાના પરિહાર માટે મુખ પર ધારણ કરવી જોઈએ. ગમુંદ્રાની સાથે જે મુહપત્તિ હાથમાં રાખે તો તે ચોગમુદ્રા સાવલ ભાષાની પરિહાર માટે ઠેઠ મુખ સુધી લઈ જવી પડે. ત્યાં સુધી લઈ જવાનું અથવા મુખને નીચું રાખવાનું વિધાન આ ગાથામાં નથી, માટે શાંતિ પદને અર્થ મુહપતિ હાથમાં રાખવી એ કરતાં મુખ પર ધારણ કરવી એટલે બાંધવી એ અર્થ જ અથપત્તિ ન્યાયથી સુસંગત લાગે છે. એ મુહપતિ બંધન પુસ્તક ઉપરથી વ્યાખ્યાન વાંચવાનું હોય ત્યારે થંકથી થતી શ્રુતજ્ઞાનની આશાતના અને સાવદ્ય ભાષાના પરિહારને માટે છે. નહિ કે પ્રમાદ! હાલ જે કે તથા પ્રકારના શારીરિક બલના અભાવે વ્યાખ્યાન પૂર્ણ થાય ત્યાં સુધી યોગમુદ્રા રહી શકતી નથી, મંગલાચરણ સુધી રહે છે તેથી મુહપતિ મુખ ઉપર ન બાંધતા હાથમાં જ રાખવી એમ ન કહી શકાય કેમકે મુહપતિ બંધનનો વિષય જ ભિન્ન છે. જેઓ મુહપતિ બાંધતા નથી અને પુસ્તક ઉપરથી વ્યાખ્યાન કરે છે, તેઓ જેથી થતી છતાાનની આશાતના અને સાવલ ભાષાને પરિહાર કેટલો કરી શકે છે એ તો શ્રોતાઓને પ્રત્યક્ષ જ છે. નહિ બાંધનાર પક્ષ એવી દલીલ કરે છે કે બીજા સમયમાં શ્રુતજ્ઞાનની અંશાતના દૂર કરવા માટે કેમ બાંધતા નથી? એના પ્રત્યુત્તરમાં કહેવાનું કે ગણધરે મહારાજા આદિ પૂર્વ પુરુષોએ બાંધેલ નથી, પણ મુહપત્તિનો ઉપયોગ જ રાખેલ છે; તેથી અમે પણ ઉપયોગ રાખીએ છીએ. જેમ હાલ કાળની વિષમતાને લઈને ચારિત્રના શાસ્ત્રોક્ત ઉત્તરગુણાનું સંવશે પાલન થતું નથી, તેથી કંઈ મૂલગુણેને ત્યાગ થડ જ કરાય છે અને કરે તો ચારિત્રને અભાવ થાય તેવી રીતે ધર્મદેશના સમયે યોગમુદ્રા ન રહી શકે એટલે મુહપત્તિ બંધનને પણ છેડી દેવું એ શું એગ્ય છે? નહિ બાંધનાર પક્ષની શાસ્ત્રશન્ય અને માનસિક કલ્પનાથી ઉદભવેલી અસત્ય દલીલોથી ભદ્રિક જીવો ઊધે રસ્તે ન દેરાય, જિનેશ્વરની આશાના આરાધક બને અને અન્ય વસ્તુને ઓળખે તે માટે જ બાંધનાર પક્ષ તરફથી
મુહપત્તિ ચર્ચાસાર” નામનું પુસ્તક પ્રકાશિત થયેલ છે તે વાંચવાથી સુજ્ઞ સમદષ્ટિ મનુષ્ય તેની ઉપયોગિતા જાણી શકે છે. એ જ પુસ્તકની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com