________________
પિષણરૂપ બને અને પૂર્વે મહાન પુષે વ્યાખ્યાનાદિમાં સુખવસ્ત્રિકા બાંધી વ્યાખ્યાનાદિ કરતા હતા તો તે આત્માઓને પ્રમાદનું પોષણ થયું ને ? તમારા જ લખાણ પરથી પૂર્વે જેટજેટલા આચાર્યો વ્યાખ્યાનાદિમાં મુખત્રિકાનું બંધન સ્વીકારી બાંધતા તે બધાએ પ્રમાદના પોષણરૂપ થયા ને ? આ પના કરતાં પૂર્વ મહાપુરૂષો નિઃપ્રમાદી હતા તે તમારે રવીકારવું જ પડશે.
યશવિજયજી મહારાજ, પંન્યાસજી સત્યવિજયજી મહારાજ વિગેરે મહાન પુરૂષો અપ્રમાદી હતા તે તેના જીવન પરથી આપણને માલુમ પડે છે, તો તેવા પુરૂષોને પ્રમાદી બનાવતાં આપણે શું પ્રમાદી નથી બનતા ?
| મુખવશિકાને વ્યાખ્યાનાદિમાં નહી બાંધનાર આત્મા નિર્વાદ પ્રણાલિકાને ધ્વંસ કરનાર શું આપને નથી લાગતું? સાવલ પ્રણાલિકાને સ્વીકારનાર આપણને નથી લાગતી શું ? એક વસ્તુને નાશ કરવા જેટલી કાશીશ થાય તેટલી જ આપણું ભવપરંપરા શું વૃદ્ધિ પામતી દેખાતી નથી ? સાથે જ્ઞાનાવરણું કર્મ અને આશા તના નથી દેખાતી શું ? અને ત્યારથી આપણે ચારિત્રનું અંગ મુખત્રિકાને અમુક અંશે ગુમાવેલી નથી શું ? ઉપયોગ રાખનારા પણ કેટલા ઉપગપૂર્વક વર્તી રહેલા છે તે તો તમારી અને મારી દષ્ટિ બહાર નથી.
નાનામાંથી આપણે મોટું ઘણું યે ગુમાવ્યું છે અને ગુમાવતા જઈએ છીએ તે જે ધ્યાનમાં આવે તો નજરોનજર બધુંએ તરી આવે છે.
જમાલી જેવા તીર્થકરની અમુક એક બાબત નહી માનનારા નિહવરૂપમાં મૂકાયા, તો આપણની ગણતરી શેમાં ?
લેખક-પંન્યાસ કલ્યાણવિજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com