________________
આપના તરફથી આદીશ્વર ચરિત્રની જે પંક્તિ પ્રમાણ તરીકે આપવામાં આવી છે તેમાં વ્યાખ્યાનસૂચક શબ્દ જ નહી હોવાથી એ પ્રસંગનું જ લખાણ છે એમ કેમ માની શકાય? જો તેમજ હેત તો તે સર્વ પ્રસંગનું ખ્યાન આપના તરફથી લખાયેલ હેત. અમારે અને તમારે વ્યાખ્યાનપ્રસંગને અંગે મુહ૫ત્તિ બંધનની ચર્ચા છે જ્યારે આપે આપેલી પંક્તિમાં તે વાત મુદ્દલ નથી, કેમકે વ્યાખ્યાનાદિ વિના બીજા પ્રસંગમાં તે અમે પણ મુદ્રા વિગેરે કરવાનું વિધાન નહી હોવાથી તે વાતને સમ્મત છીએ.
વળી આપે જણાવેલા પાઠથી હાથમાં મુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાની વાત સિદ્ધ થતી નથી, કેમકે “afજુ ણ સ્થિતપુલવલિક” અહીં આચાર્યવર્ય મેઢાની પાસે વિશેષ રીતે સ્થાપના કરી છે મુહપત્તિ જેમણે એમ કહેવાથી મોઢા પર રાખી કાનમાં ભરાવીને જ વ્યાખ્યાન કરે તે જ પિયતનો અર્થ યથાર્થ ઘટી શકે, નહી તે હાથથી મેઢા પર ધારણ કરવાનું લખ્યું હેત. વળી હાથમાં મુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાનું વિધાન કરનાર પાઠ આપ ન આપો ત્યાં સુધી આપની વાત સિદ્ધ થાય તેમ નથી, તેમજ આપના તરફથી આવશ્યક બાલાવબોધનાં પાઠના આધારે આઠ પડી મુહપત્તિ બાંધવાનું કહેવામાં આવે છે એટલે નહી બાંધવાને પાઠ મળવો શક્ય નથી, કારણ કે તમારા અને અમારા શાસ્ત્રો એક જ છે. અમે બાંધવાનું સ્વીકાર્યું છે ત્યારે તમો બાંધવાના પાઠો આપે છે અને તે પાઠ જ તમારે માટે પણ બાંધવાનું વિધાન કરે છે.
વળી એક તરફથી આપ પ્રશ્ન પૂછે છે કે વિધિપ્રથા આદિ શાસ્ત્રો ક્યાં છે ? અને બીજી જ તરફથી લખે છે કે તેથી બંધન સિદ્ધ થાય તેમ નથી. આવા આશ્ચર્યકારક કથનના જવાબમાં લખવાનું કે એ વિષયને સ્પષ્ટ પાઠ તે ગ્રન્થામાં હોવાથી કોઈથી તેને ઇન્કાર થાય તેમ નથી તથા જુદો અર્થ પણ નીકળી શકે તેમ નથી. વળી પૂર્વે અમે લખી ગયા છીએ કે નહી બાંધનારાઓ તે બાંધતા થશે તો તે પ્રતાને પણ રજૂ કરવાનો પ્રયત્ન કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com