________________
: ૭૪ :
પ્રચલિત હેઇને ઘણા પ્રામાં તેનું વિધાન નહી હોવાનું જણાવ્યું છે. બાકી મુહપતિ બંધન માટે તે અમે પૂર્વે લખી ગયા છીએ કે તે પ્રવૃત્તિ પરંપરાગત હેઈને જિનાજ્ઞા સમાન છે. પાઠ તે વારંવાર તમે જ માંગે છે. જે પરંપરાને સ્વીકારી હતી તે ચર્ચા ન જ લંબાત એ સત્ય છે, પરંતુ આ શબ્દોથી એમ જણાય છે કે તમે પણ પરંપરામૂલક પ્રવૃત્તિને સ્વીકારો છો એ હર્ષની બીના છે, એટલે હવે પરંપરાગત પણ પ્રવૃત્તિરૂપ મુહપત્તિ બંધનનું ખંડન તો નહી જ કરી શકે એમ અમે માનીએ છીએ. અને વળી આઠપડી મુહપત્તિ બાંધવાનું આવશ્યક બાળાબેધનું વિધાન જણાવીને તમે પણ શાસ્ત્રદષ્ટિએ બાંધવાનું સ્વીકારે છે. બાકી વાત કરતાં વિતંડાવાદ વધે છે, એટલે ચર્ચા લંબાયા કરે છે.
એ સમાલોચનામાં છેવટે આપ લખે છે કે-સંમેલનમાં સકલ સંધ સમક્ષ શ્રીમાન નગરશેઠે જણાવ્યું હતું કે-“તેમના (વ્યાખ્યાનમાં મુહપતિ બાંધવાવાળાના) કહેવાથી મુહપત્તિ બંધનની ચર્ચા નહિ કરવા હું વિનંતિ કરું છું.” આના જવાબમાં લખવાનું કે આ શબ્દ પણ સત્ય પરિસ્થિતિથી તદન વેગળા છે. તેને સહેજ વિસ્તારથી જોઈએ.
મુનિસંમેલન સમાપ્ત થયા બાદ તેને ઠરાવ વિગેરેની પ્રસિદ્ધિ માટે તે વિષેનું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે. તેમાં નગરશેઠનું ભાષણ પણ છપાયેલ છે. તે પુસ્તકના છઠ્ઠા પાના પર નગરશેઠનાં ભાષણ માંથી નીચે પંક્તિઓ ઉતારવામાં આવે છે તે ઉપરથી જોઈ શકાય છે કે-પાક્ષિકના લેખકે નગરશેઠના મુખમાં જે શબ્દો મૂક્યા છે તેનાથી આ ઉચ્ચારાયેલા મૂળ શબ્દમાં કેટલો મહાન તફાવત છે?
નગરશેઠના ભાવણને તે શબ્દો જોઈએ.
વિનંતિરૂપે સૂચના કરું છું કે-આ સંમેલનના કાર્યમાં ગરછ, સમાચારી અને મુહપત્તિના વિષયે વિષે ચર્ચા થશે નહિ, એમ હું જ્યારે સર્વ ગચ્છના મુનિઓને આમંત્રણ આપવાને મળે હતો ત્યારે મહે (વાતાવરણની શાતિ માટે) કબલ કર્યું છે, તેથી સંમેલનમાં આ વિષયની ચર્ચા ન થાય તેમ કરવા મારી વિનંતિ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com