________________
કે કાગળના પુસ્તકે પહેલાં હતાં તેને પુરાવો દેવો.” તો અમે જણાવીએ છીએ કે નિશિથચૂર્ણિમાં સ્પષ્ટ પાઠ છે કે – - दिहो बाहल्ल पुहुत्तेणं तुल्लो चतुरस्सो गंडीपुत्थगो, अंते तणुप्रो मझे पिहलो अप बाहल्लो कच्छभी चतुरङ्गलो दोहोवा वृत्ताकृति मुट्ठी पुत्थगो अहवा चतुरङ्गुलो दोहो चउरस्सो मुट्ठि पुत्थगो, दुगई फलगा-संपुडगं, दोहो हस्सो वा पिहलो अप्प बाहलो छिवाडी, अहवा तणु पत्तेहि उस्सिओ छिवाडी" ति
આમાં મુષ્ટિ પુસ્તક વિગેરે પાઠ સ્પષ્ટ સુચવે છે કે પહેલા એટલે દેવર્ધિગણિ પહેલા પણ પુસ્તકે હતાં અને તે નાના પણ હતાં. : ૮. આના દર્શિત પુરાવામાં અત્યારે પણ કાગદ, તાડપત્ર, વાજ, પત્રાદિ પર લખેલી પ્રતો મળી આવે છે અને સૌથી વધારે
સ્પષ્ટ અને સુંદર પુરાવા આપના જ શબ્દ છે. વર્ષ ૩, અંક ૧૩૧૪-૧૫ પાનું ૩૪-૩૪૩માં નીચેના ફકરામાં આપ પોતે જ તે વાતની કબુલાત આપના જ શબ્દોમાં કરે છે. “ભગવાન મહાવીર વખતે પણ પુસ્તકોની હયાતી. આ ઉપરથી તેમજ ભગવાન મહાવીર મહારાજના કેવળજ્ઞાનની પહેલાં જિનદાસ નામનો શેઠ અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ કરીને પુસ્તક વાંચતો હતો, આ વાત આવશ્યક વિગેરે સુત્રામાં સ્પષ્ટ હોવાથી સિદ્ધાન્ત અને શાસ્ત્રના પુસ્તકનું લખવું શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણજી પછી જ થયું છે અને તેથી આ શ્રી પાળ મહારાજે કરેલી જ્ઞાનની આરાધનામાં પુસ્તકો લખવા સંબંધી આવતો અધિકાર અસંગત છે એમ કહી શકાય નહી. ભગવાન દેવર્ધિગણુ ક્ષમાશ્રમણજીએ આગમ પુરતક પાના ઉપર લખ્યાં, અથત પહેલાં બીજાં શાસ્ત્રો પુસ્તક પાના ઉપર લખાએલાં હતાં પણ આગમો પુસ્તક પાના ઉપર લખાએલાં ન હતાં એમ કહેવું પરંતુ શ્રતસ્કંધના અધિકારમાં દ્રવ્યશ્રત તરીકે પુસ્તક પાના લીધેલાં હોવાથી અને શ્રુતસ્કંધ તરીકે વિભાગ આગમમાં જ પડતા હેવાથી આગમે પહેલાં લખાતાં જ ન હતાં એમ કહી શકાય નહીં. એટલી વાત જરૂર છે કે અંગાદિકનું જ્ઞાન આચાર્યાદિક પરંપરાઠારાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com