________________
સત્યપ્રિયતા સમાયેલી નથી. તેમજ તાડપત્રની સાથે રહેલ આદિ શબ્દથી લેવાતા કાગળ, ભેજપત્ર વિગેરે અર્થને છોડી દઈને તાડપત્ર પર જ જ્ઞાન લખાયેલ છે એમ કહેવું એ પણ યોગ્ય નથી. વળી શાસ્ત્રમાં જણાવેલા પુસ્તકોના ભેદે ગંડી, કચ્છપી, મુષ્ટિ વિગેરે ઘણી વખત અમે જણાવી ગયા છીએ, તે જાણવા છતાં એની એ વાત–લાંબા તાડપત્ર પર લખાયેલ છે તે આગ્રહ કરવો અને પુસ્તકના ભેદને
ખ્યાલ ન કરે તે ઘટિત નથી. તાડપત્રની લાંબી જ પ્રતા હતી તેમ વારંવાર કહેવું એ એક પ્રકારને આગ્રહ નહી તે બીજું શું છે ?
આગળ ચાલતાં પાક્ષિકના લેખક લખે છે કે-“મુંબઈથી પત્ર લખાવીને બાંધવાવાળાએ જ ફરી ચર્ચા શરૂ કરી છે.” આ શબ્દ સત્યથી તદન વેગળા છે. અર્થાત કે અમારા તરફથી તેવા પ્રકારને કોઈ પણ પત્ર લખાયેલ જ નથી. જે લખાયેલ હોય તે નામ-ઠામ સાથે તે કાગળને પ્રસિદ્ધ કરો. અમે તે વાતનો સાફ ઈન્કાર કરીએ છીએ, કારણ કે તેવો પત્ર અમે લખ્યો નથી તેમજ કોઈને લખવા માટે પ્રેરણું કરી નથી, એટલે તે આક્ષેપ તદ્દન ખોટે છે. તેને બદલે સિહચકના તંત્રી પર તમે પત્ર લખેલ. તેમાં તંત્રીને અમને સૂચવવા જણાવેલ કે-પાક્ષિકમાં મુહપત્તિ વિષે અમારે નોંધ લેવી પડશે માટે તે વિષે ખોટું ન લગાડશે. આના પ્રત્યુત્તરમાં અમે કહેલ કે- શાસ્ત્રીય બાબતમાં ખોટું લગાડવાનું અમને કશું પ્રયોજન નથી. બાકી કંઈ છપાશે તો અમારા તરફથી યોગ્ય જવાબ અપાશે. આ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે-ચર્ચા કોણે શરૂ કરી છે અને સમેલનના ઠરાવને કાણે તોડ્યો છે? અમારા પર કાગળ હોત તો તેને જવાબ અમે આપત, પરંતુ તેને બદલે તે પ્રશ્નને પિપરમાં છો એટલે અમારે પણ જાહેર પેપરમાં જવાબ આપવાનો રહ્યો. સત્યપ્રિય જનતા આમાંથી સત્ય તારવી શકે છે. વળી આપ લખો છે કે“વિધાનની ચર્ચામાં પુરુષ પ્રવૃત્તિને ગોઠવવી એ નબળાઈ છે.” આના જવાબમાં જણાવવાનું કે અમારા પર નબળાઈનું આરોપણ કરનાર પાસે ઘણી વખત હાથમાં મુહપત્તિ રાખીને વ્યાખ્યાન વાંચવાની વિધિનું વિધાન કરનારા શાસ્ત્રપાઠા ભાગ્યા છતાં મળતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com