________________
છે પરંતુ તેથી વસ્તુસ્વરૂપને બેટું પાડવા પ્રયાસ કરે તે યોગ્ય નથી. ચેત્યવંદન મહાભાષ્યની ઉપરાંત ગાથાઓથી આચરણ એ પ્રમાણભૂત છે એ આપણે જોઈ ગયા, તેમ છતાં આચરણ એ સૂત્રાણા સમાન જ છે અથવા ગણધર વચનતુલ્ય છે, એ આપણે પ્રવચનસારવારના પાઠથી પણ જોઈએ.
गीतार्थाचरणं तु मूलगणधरभणितमिव । ...... सर्व विधेयमेव सर्वैरपि मुमुक्षुभिरिति ॥
પ્રવચન સારાહાર, પત્ર ૧૦૬, પૃષ્ઠ ૧લું
અર્થાત કે ગીતાર્થ પુરુષની આચરણું મૂલ ગણધરના કરેલા વચનની માફક જ સર્વે મોક્ષની ઈચ્છાવાળાઓએ સર્વ કરવા લાયક જ છે. આચરણ વિષેના આવા સ્પષ્ટ પાઠે પછી કોઈ પણ સરલ પુરુષ પૂર્વ મહાપુરુષોની નિર્વસ્ત્ર પ્રવૃત્તિને વિશે શંકા ઉઠાવે જ નહી તેમજ તેનું ખંડન પણ ન કરે. બાકી તે જેઓને નથી જ સમજવું અને કદાગ્રહ ધારણ કરવો છે તેને ઉપકારીઓ પણ સમજાવી શકતા નથી. કેણિક નરેશને “તું ચક્રવર્તિ નથી” એમ કહેનાર અન્ય કોઈ નહી પણ ખૂદ ભગવાન મહાવીર દેવ જ હતા. તે છતાં કદાપ્રહથી ગ્રસિત બનેલ તે દુમતિ રાજા પ્રભુની તે વાતને નહી સદહતો થકે કલ્પનાથી ૧૪ રત્ન ઉપજાણી લડવા ચાલ્યો અને પ્રાણ ગુમાવી નરકગામી થયા. આમ ન સમજનારને કોણ સમજાવી શકે? નહીતર આચરણ એ પ્રથમ ગણધર મહારાજના વચનં તુલ્ય છે એમ જાણવા છતાં તેને નિષેધ અને ખંડન કરાય ખરાં? અત્યારે ઘણએ એવી બાબતો આપણે આચરી રહ્યા છીએ કે જે વિષે સિદ્ધાન્તમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી જણાતે, તેમ છતાં પૂર્વની આચરણાથી તે પ્રવૃત્તિ ચાલુ રહેલી છે. જેમકે સિદ્ધાણું બુહાણુંની ત્રણ ગાથા બોલવા માટે વ્યવહાર ભાગ્યમાં પાઠ છે, પરંતુ ચોથી, પાંચમી ગાથા કે જે હાલમાં બંને વખત પ્રતિક્રમણમાં બેલાય છે તે તે માત્ર આચરણાથી જ બેલાય છે. આમ આચરણ એ દરેકને સ્વીકાર્ય જ હોવી જોઈએ. “ આચરણાને આગામીત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com