________________
નામાં અને તેને સ્થાને અસંગત દલીલો કરાય છે તે નબળાઈ નહીં તે શું છે? અમે તો વિધિઅપા, ચૈત્યવંદન મહાભાષ્ય વિગેરેના બાંધવાનું વિધાન કરનારા પાઠે આપેલા પણ છે. વળી વાલી પર્વ લેક કરે તે જ દિવસે આપણે પણ કરીએ છીએ, એ તો ફક્ત શ્રીમાન હરસૂરીશ્વરજી મહારાજનાં વચનથી કરીએ છીએ, તે પછી તે જ મહાપુરુષે મુહપત્તિ બંધન કરેલ છે તેને આપણે સ્વીકારવું જોઇએ. તેને બદલે તેનું ખંડન કરવામાં આત્માનું શ્રેય નથી. તેમના વચનને જે આપણે અનુસરીએ છીએ તે પછી તેમની કરણું તે વિશેષ આચરણીય હાય તે રવાભાવિક જ છે, એટલે તેમની કરણીનું ખંડન કરવું તે તેમની અવજ્ઞા કરવા સમાન છે, તેમ આપણું સર્વના પૂર્વજોની પ્રવૃત્તિનું ખંડન કરવા સમાન છે. આગળ ચાલતાં તે સમાલોચનામાં લેખક લખે છે કે-“શેષ વખત વાચનાદિકમાં જેમ ઉપયોગ રખાય તેમ વ્યાખ્યાન વખતે પણ રાખી શકાય. ( પ્રસંગે પુસ્તક સાપડા ઉપર પણ રાખી શકાય છે.)” આના જવાબમાં લખવાનું કે વ્યાખ્યાન આદિ પ્રસંગમાં જે બીજા પ્રસંગની માફક ઉપયોગ રાખી શકાતો હતો તે મહાપુરુષોની બાંધવાની પ્રવૃત્તિ ન હતા તેમજ તેવા બંધનના શાસ્ત્રમાં વિધાન પણ ન કરત: બાકી વ્યાખ્યાનમાં સાપડા ઉપર કલ્પસૂત્ર આદિ શાસ્ત્રના પાનાઓ રાખીને વાંચનારા એવા કેટલા સાધુઓ અનુભવમાં આવ્યા છે ? આ વિધાન તો જાતિને અગે છે, વ્યકિતને અંગે નથી.
. જિનેશ્વર દેવેની યોગમુદ્રાથી વ્યાખ્યાનકારની રોગમુદ્રા અલગ છે એમ લખે છે તો માંગવા છતા તેવા પ્રકારના પાઠ કેમ આપતા નથી ? અને “પતિ રુપ' એ પદ પરથી જ ભેદ છે એમ કેમ સાબિત કરવા ચાહો છો?
નવકારવાળી. માટે ઉપદેશરસાયણમાં પાઠ છે તથા મુહપત્તિ બંધન પરંપરાસલક છે તેમ માને તે ચર્ચા ઓછી થશે એમ આપ લાખે છે તો જણાવવાનું કેનવકારવાળી માટે કયાંય પણ વિધાન માવા પાઠ નથી જ એમ અમે નથી કહ્યું, પરંતુ તે વસ્તુ અતિ
૧e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com