________________
છે
G૫ ?
આ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે-નગરશેઠના પિતાના શબ્દથી તમારી વાત લેશ પણ ટકતી નથી, છતાં જો તમે તે જ વાતને પકડી રાખવા માગતા હે તે સ્પષ્ટપણે જણાવો કે-સંમેલનમાં મુહપત્તિની ચર્ચા નહી કાઢવા માટે અમારા સમુદાયના કયા સાધુએ નગરશેઠને કહેલ. તે વાત નગરશેઠ દ્વારા જ પ્રસિદ્ધ કરાવો કે જેથી જનતાને સત્ય વસ્તુસ્થિતિની ખબર પડે. ઊલટું અમે તો નગરશેઠની સાથેની વાતમાં જણાવેલ કે તેવા પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ. વળી અત્યાર સુધીમાં તમારા તરફથી જે પાઠો અપાયા છે તે સંપૂર્ણ નહી પણ ટૂંકી પંક્તિઓ જ હોય છે અને તેમાં વ્યાખ્યાનનું નામ પણ નથી હોતું. તથા હાથમાં રાખવાને અર્થ પણ નથી નીકળી શકત.
આપે હમણુના પાક્ષિકમાં જણાવેલ કે-ચતુથીની સંવત્સરી યાવત તીર્થ સુધી રહેશે, તો આપે પોતે સર્વ સંધથી અલગ પડીને પેટલાદ આદિમાં ત્રીજની સંવત્સરી કરેલ છે, એ ભૂલ તે ખરી ને? આશા છે કે આપ તે ભૂલને સરલતાથી સ્વીકારી લેશે.
ઉપરક્ત સમાલોચનામાં કેટલાક પ્રશ્નોને અમારે છેડી દેવા પયા છે, કેમકે ઘણું દલીલના જવાબ પ્રથમના લેખોમાં અપાઈ ગયેલા છે. કર્ણવેધ સંસ્કાર તે બાલ્યાવસ્થામાં જ થઈ જાય છે. જુઓ આચારદિનકર આદિ શાસ્ત્રો, એટલે મુનિના અંગે તેનું ઓછું વિધાન હેવ ને સંભવ છે, કારણ કે પ્રથમ તે દરેકને થયેલા હોય છે, કવચિત જ પ્રથમ ન થવાનાં કારણે કરવાને પ્રસંગ સંભવે છે.
તેમજ કેટલીક બાબતો અર્થ શુન્ય, અસ્પષ્ટ અને પિષ્ટપેષણવાળી જવાથી તેના જવાબમાં પુનરુકિત દોષને નહી વહેરતાં તે વાતને જવા દેવી ઇષ્ટ સમજીએ છીએ. અતુ.
જૈનાચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ
કે. ગોડીજી ઉપાશ્રય, પાયધુની, મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com