________________
વળી હતી, સંધીવન એ શબ્દો જ બંધનના અર્થવાળા છે અને બીજા બંધનના અર્થવાચક શબ્દો જ ન હોત અને એમ જ જણાવેલ હેત તે વાસ્તવિક ગણાત, પરંતુ તે શબ્દો સિવાય પણ બીજા ઘણા શબ્દો બંધનવાચક શાસ્ત્રોમાં છે, એટલે બંધનવાચક શબ્દોથી બંધનના અર્થના નિષેધ થાય તેમ નથી. “સ્થાપન,” “સ્થગન’ વિગેરે શબ્દો તે ટામાં પણ લાગુ થાય. અહીં પણ કહેવાથી જ બંધનને અર્થ પણ આપના લખાણ પ્રમાણે પણ નીકળી શકે છે, અને જે જે સ્થાને બંધનને અર્થ અન્યકારે કર્યો હોય તે પણ સ્વીકારવો જ જોઈએ.
વળી આપ લખે છે કે–“સંપાતિમ આદિને બચાવ તો વ્યાખ્યાન સિવાયના વખતમાં બાંધનારા કરશે તેમ બીજા તે અને બીજી વખતે પણ કરી શકે.” આના જવાબમાં જણાવવાનું કે બીજા ટાઈમમાં મુદ્રાનું વિધાન નથી” અને વ્યાખ્યાન સમયે તે મુદ્રા કરવાનું સ્પષ્ટ વિધાન છે એટલે બાંધ્યા વિના બીજા પ્રસંગની માફક સંપતિમ આદિ છાની રક્ષા થઈ શકે તેમ નથી.
તે જ સમાલોચનામાં આગળ ચાલતાં આપ જણાવો છો કે “જેમ વસ્તી પ્રમાર્જન વખતે કૃકાટિકા બંધ છે, તેમ કંઈ પણ જગે પર વ્યાખ્યાનમાં કર્ણવેધ બંધ હોય તે પાઠ આપ.” આના જવાબમાં લખવાનું કે આ વિષય પરત્વે આ પૂર્વે ઘણી વખત લખાઈ ગએલ છે. તેમજ અત્રે સંક્ષેપમાં જણાવવાનું કે પડિલેહણની વિધિ કરતાં કાનમાં મુહપત્તિ ભરાવવાનું જણાવેલ છે એટલે જેઓ તે વિધિને યથાયોગ્યપણે જાળવતા હશે તેઓને કર્ણવેધ તો હશે જ. ન વીંધેલ હોય તો તેને વીંધવાનો અર્થ સામર્થ્યથી આવી જ જાય છે. વળી પડિલેહણની વિધિ તે દીક્ષાના પ્રથમ દીનથી જ જાળવવાની હોય છે. જ્યારે વ્યાખ્યાન દેવાનું તે કાળાંતરે બને છે. કદાચ વ્યાખ્યાનને અંગે કર્ણવેધનું વિધાન છું હેય તે સંભવ; પણ પડિલેહણ આદિની વિધિથી વીંધવાનું પ્રથમ થયેલ હોવાને લીધે હશે.
વળી આપ લખે છે કે “ આઠ પડને લેખ હેવાથી બાંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com