________________
હોય અને તેનું યોગ્ય પાલન થતું હોય તેમાં શિથિલ બનવું એ અર્થ તો લઈ શકાય જ નહી. અસ્તુ ! ત્યારબાદ આપ જણાવો છો કે આચારદિનકર ને આવશ્યક બાલાવબંધ વિગેરેમાં જ મુહપત્તિના આઠ પડને લેખ છતાં તે બંધનવાળાની અપેક્ષાએ બારસા વખત આઠ પડે બંધાતા છતાં તેને નિયમ કરતાં પાઠની જરૂર છે. આના જવાબમાં લખવાનું કે આચારદિનકર વિગેરેમાં લખવાનું કે આચાર દિનકર વિગેરેમાં આઠ પડની મુહપત્તિનું વિધાન હાથમાં રાખવાને અંગે છે, પણ મુખે બંધાતી મુહપત્તિને અંગે નથી. શ્રાવક તે મુખકેશ બાંધે છે સાધુ મુખકેશ બાંધતા નથી; પણ મુહપતિ બાંધે છે, વળી સાધુનું અનુકરણ શ્રાવકને હોય પણ શ્રાવકનું અનુકરણ સાધુને કરવાનું ન હોય તેનું કારણ સાધુ સર્વર વિરતિ છે અને શ્રાવક દેશવિરતિ છે. આઠ પડની મુહપતિ બાંધવાનું વિધાન જે આપના જાણવામાં છે તે મુહપત્તિના આઠ ૫ડના એ પાઠ આપીને વાતને ફિટ શા માટે કરતા નથી ? અને શા માટે ના કહે છે ? શા માટે બીજા પાઠે માંગે છે ? આપે આપેલા આચારદિનકર આવશ્યક બાળાવધ વ્યાખ્યાનાદિકમાં મુહપત્તિ બાંધવાની સિદ્ધિમાં બસ છે. હવે માત્ર આઠ પડ કે ચાર પડની વાત રહી તો જણાવવનું કે ચાર પડ બાંધવાની તે પરંપરા છે અને હાલમાં એનું આચરણ પણ છે, એટલે આપ આઠ પડની મુહપત્તિ સાધુને વ્યાખ્યાનાદિકમાં બાંધવાના પાઠ આપે કે જેથી અમે પણ વિચાર કરીએ.
આપ મુખ પર મુહપતિ બાંધવાના નિધની ચર્ચા કરે છે તો તેમાં આઠ પડની મુહપત્તિ બાંધવાના પાઠને જાણતાં છતાં કરે છે તે આપને વ્યાજબી ગણાય ખરું? મુ, મુંબઈ બંદરીલી. આચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી ગેડીઝ ઉપાશ્રય. '
મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com