________________
ત્યારપછી આપ જણાવો છે કે-“સાધુના મૃતકને રોકવું પડે તે કહેલું મુખ બંધન કરવા તે વખત કાન વિંધવા એમ કહે નારે તે પાઠ આપો (અંગુલીને છેદ તો કહ્યો છે ને તે ક્ષતપણું માટે છે. જે કાન વિંધ્યા હોય તે તેની જરૂર શી?) આના પ્રત્યુતરમાં જણાવવાનું કે સ્થાપનાજી, પડિલેહણ, ઉપધી, પાત્રાદિકના પડિલેહણ વખતે મુહપત્તિ મેઢે બાંધવાનું કહ્યું છે તે ઉપરથી જેઓ વિધિ જાળવતા હશે તેઓના તો કાન વિંધાએલા જ હશે. દોરાથી બાંધવાનો નિષેધ કર્યો છે, એટલે ન વિંધેલ હોય તેને વિંધવાને અર્થ–સામર્થ સ્વયં સિદ્ધ થઈ જાય છે. વળી જેઓના કાન વિંધાયેલા હોય છે તેઓ પણ અપાઠના અનુસાર અંગુલીને છેદ તે કરે જ છે; કેમકે અંગુલી-છે તે જ ક્ષાત માટે છે; તેમજ તે પ્રથા પરાપૂર્વથી ચાલી આવેલી છે, એટલે તેમાં કોઈને લેશ પણ ઇ-કાર નથી જ, પડિલેહણ, સ્થાપના, પડિલેહશુ, વ્યાખ્યાન આદિ સમય પર બાંધવાનું કહેવા છતાં જેઓ ન જ બાંધતા હોય તેઓને જબરજસ્તી કોણ કરે છે ?
વળી એઓએ અમુક પ્રસંગોએ બાંધવાના વિધાન પરથી આખો દિવસ બાંધી રાખવામાં શું વાંધે ! એમ કહેતા હોય તેઓને જણાવવાનું કે પ્રસંગે પ્રસંગે બાંધવાનું કહેલ હોવાથી આખો દિવસ તે બાંધવાનું નથી જ કહેલ એ વિપાક સૂત્રના પાઠથી સ્વતઃ સિદ્ધ થાય છે. વળી ઘણુઓનું એમ કહેવું છે કે તમે વ્યાખ્યાનાદિ પ્રસંગે માટે મુહપત્તિને આગ્રહ રાખે છે. તે ત્યાર પછીના પ્રસંગમાં મુહપત્તિને જોઈએ તેટલે ઉપયોગ કેમ રાખતા નથી ? આ પ્રશ્ન વર્તમાન સાધુ સંસ્થાના વાતાવરણને સુચક અને વાસ્તવિક પણ છે, પરંતુ કદાચ બધો વખત ન જાળવી શકાય તે તે ઉપરથી એવો નિર્ણય ન થાય કે જેટલે વખત જાળવતા હોઈએ તેટલે વખત પણ જાળવવું. જે આમ કરીએ તે સર્વથા માર્ગથી પરાક્ષુખ થવાને વખત આવે માટે બાકીના સમયમાં બની શકે તેટલે ઉપગ રાખવો એમ અમે સાધુઓનું જરૂરી કર્તવ્ય સમજીએ છીએ. પણ પૂર્વના મહાન પુરૂષોની જે સંસ્કૃતિ વારસામાં મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com