________________
* ૫૮ :
જવા
તા. ૨૬ ડીસેમ્બર ૧૯૩૪ સિદ્ધચક્ર પાક્ષિક, તૃતીય વર્ષ, અંક ત્રીજામાં અમારા લેખની સમાલોચના લેતાં આપ લખે છે કે ““” શબ્દથી કાગળની સિદ્ધિ કરનારે અનુયાગદ્વાર પત્ર ૩૪, પૃષ્ઠ ૧ “પત્રnળ તત્તતાહાવિરદિન” અને “તરરંવાતવિઝાતુ પુત” જેવું, જેથી પણું માલૂમ પડશે કે મુખ્યતાએ તાડપત્રનાં પુસ્તકે હતાં, નાના ડાબડામાં ભૂર્જપત્ર હેય”—આના જવાબમાં જણવવાનું કે–તમે લખેલ અનુગદ્વાર સૂત્રનાં પાઠની સાથે જ નીચે લખેલ પાઠ પણ છે. તેમાં વસ્ત્ર ઉપર લખાયેલને પણ પુસ્તક કહેલ છે. તેમ જ તલતાત્યાદિમાં આદિ શબ્દ હેવાથી કોઈ પણ રીતે કાગળનો અભાવ પુરવાર થઈ શકતો નથી, એટલે તાડપત્ર ઉપર જ લખાયેલ છે એ કથન વાસ્તવિક નથી. વળી ગંડી, કચ્છપી, મુષ્ટી આદિ પુસ્તકોના ભેદો દર્શાવ્યા છે તે ઉપરથી લાંબી પ્રતે જ હતી એ વાત ઉડી જાય છે, અને લાંબી પ્રતોને કારણે જ મુહપત્તિ બાંધતા એ વાત પણ સ્વતઃ ઊડી જાય છે.
તાડપત્રની વચમાં અને બન્ને પડખે દેરાનું પરોવવું આપના શબ્દથી દલીલની ખાતર માની લઈએ તે પણ એ તે પ્રતના રક્ષણને અંગે છે. એ બંધન મેઢા પર બાંધવાનું પ્રવર્તક બને તેમ નથી. તેમજ વાંચતી વખતે બંધાયેલ પ્રત લઈને વાંચવાને સંભવ નથી, પણ છૂટા પાના લઈને વાંચવાને સંભવ છે; એટલે બે હાથથી ફેરવવાની આદિની દલીલ ટકી શકતી નથી. નીચેના પાઠથી વસ્ત્ર ઉપર લખાયેલ પુસ્તક, પુસ્તક તરીકે સિદ્ધ થાય છે.
" पत्तयपोत्थय लिहियंति पत्रकाणि-तलताल्यादिसम्बधीनि नरसंघातनिष्पन्नास्तु पुस्तकाः ततश्च पत्रकाणि च पुस्तकाश्च तेषु लिखितं पत्रपुस्तकलिखितम् । अथवा पत्थयति पोतं वस्त्र पत्रकाणि च पोतं तेषु लिखितम् पत्रकपोतઉત્તલત . ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com