Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 55
________________ રવાળી પૂરી ગણ્યા પછી ફેરવીને નવકારવાળી ગણવાથી મેરુ ઉલંધનને દોષ આવતો નથી, અર્થાત “૧૦૦ થી વધુ પારા રાખવા ઠીક જણાતા નથી, તેમજ આ વસ્તુ પણ પ્રચલિત હોવાથી તે વિષે પણ ઘણું ગ્રન્થમાં પારાની સંખ્યાને ખાસ ઉલ્લેખ નથી તેવી જ રીતે અગાઉના વખતમાં દરેક ગરછના મુનિઓ મુહપતિ મુખ ઉપર બાંધતા હોવાથી તે વિશેના પાઠે થોડા ગ્રન્થમાં હવા સંભવે છે. વળી ઘણુઓ શાસ્ત્રમાં કેટલેક સ્થાને દાંતની કાન્તિનું વર્ણન આવે છે તે પરથી મુહપત્તિ નહિ બાંધતા હોય તેમ કહે છે, પરંતુ તે વર્ણન તો કેવળ વરતુસ્વરૂપની દ્રષ્ટિએ કરાયેલ છે, અને તેયા મુહપતિ બાંધવાના અભાવને સિદ્ધ કરનાર નથી, કેમકે તેમ કરવા જતાં તેઓ ઊઘાડે મુખે બોલતા હતા તેમ સિદ્ધ થઈ જશે. અમદાવાદમાં મળેલ સાધુ-સંમેલન વખતે શ્રીમાન નગરશેઠની વિનંતિથી અમે મુહપતિ આદિની ચર્ચા ઉપાડેલ નહી. તે સમેલનમાં નક્કી થએલ કે સાધુ-સાધુઓ વચ્ચે કોઈ વિષયમાં મતભેદ ઊભો થાય તો જે એક જ ગામમાં બન્ને પક્ષનો નિવાસ હોય તે રૂબરૂ મળીને ખુલાસો કરો, અને જે બહારગામ હોય તે પ્રથમ પત્ર-વ્યવહાર કરી પછી યોગ્ય જણાય તેમ કરવું. અમે ચર્ચાની બુક બહાર પાડેલ તે પૂર્વેના અનેક આક્ષેપના પ્રતિકાર તરીકે તથા વસ્તુસ્થિતિના નિર્ણયના હેતુથી બહાર પાડેલ. આપની પાસે પણ અમારી જેમ પુસ્તક બહાર પાડવાને ભાગે ખુલ્લો હતો, પરંતુ આપે તે ભાગને ગ્રહણ નહી કરતાં પેપરમાં ચર્ચાની પ્રથમ શરૂઆત કરી. એટલે નિરૂપાયે અમારે જાહેર પેપરમાં આ પ્રશ્નને છણો પડ્યો છે. હવે જે આ લેખની સભાલોચના નહી આવે તો અમારે કાંઈ પણ લખવાપણું રહેતું નથી. અસ્ત સુષ કિ બહુના ૐ શાન્તિઃ વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ ગોડીજી ઉપાય, મુંબઈ ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106