________________
૪ ૫૫
તે તેણે મુખને અડાડીને જ રાખવી જોઈએ અને તેથી તેની તો વધારે ભીની થાય જ, પણ જેઓની ભીની ન થતી હોય તેઓ મુખથી દૂર રાખતા હશે, અને તેથી ઉપયોગ બરોબર જળવાતો નહી જ હોય તેમ જાણું શકાય છે.
મોઢાથી વ્યાખ્યાન વંચાતું ત્યારે પણ ગમુદ્રાએ અને પ્રવચનમુદ્રાએ વંચાતું તે મુદ્રાના અંગે હાથ છૂટા રખાતા હેઇને મુહપત્તિ બાંધવાને રિવાજ ઠેઠથી ચાલ્યો આવે છે.
પાંચમની ચોથ કારણે પ્રવર્તેલી હોવા છતાં હાલ એ કારણ નાબુદ થવા છતાં પણ આચરણ તરીકે સ્વીકારાય છે તો પછી મુહપત્તિ વ્યાખ્યાનમાં બાંધવાનાં કારણે તે જ્ઞાનાશાતના, જીવવિરાધના, સાવઘવચનને પરિવાર ઉપસ્થિત છે જ તે પછી શા માટે ન બાંધવી?
બીજું કપડવંજના–બાંધેલાનું જ સાંભળવાની પ્રતિજ્ઞાવાળા ગાંધી બાલાભાઈ રણછોડના કહેવા પ્રમાણે આપે પણ કપડવંજમાં પંચના ઉપાશ્રયમાં મુહપત્તિ બાંધીને વ્યાખ્યાન કર્યું છે અને તેમણે બે સ્થળે એ રીતે વ્યાખ્યાન સાંભળ્યું છે. તપાસ કરતાં તે વાત સાચી છે, તેના જેનારાઓની પણ હયાતિ છે એટલે એ વાતને સ્વીકાર આપે કર્યો જ છે, છતાં અસ્વીકાર શા માટે ?
નાક ઉપર રાખી કાનમાં મુહપત્તિ ભરાવીને વ્યાખ્યાન વાંચવાની સત્ય વાતને સિદ્ધ કરવા અમે-તે તૈયાર જ છીએ. એ જ. લેખક એનાચાર્ય વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ
ગેડીઝ, પાયધૂની, મુંબઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com