________________
• શારિક ચૂર્ણ ૫૦ ૨, પૃ. ૨૨૬
उडुबद्ध भणला ण पवाविज्जति, वालासु सम्वेऽधि, અણદાણા ના લાવે છે –શેષાકાળમાં અગ્યને અને વર્ષાઋતુમાં સર્વને દીક્ષા ન આપે. અકલ્પ સ્થાપનાગત આ કલ્પ છે.
સાધુના મૃતદેહને મુહમતિ બંધનના પાઠો અનેક વખત આપના વાંચવામાં આવવાનો સંભવ હોવા છતાં ક્રિયામાં મૂકવાની વાત તો દૂર રહી પરંતુ આપના તરફથી પ્રકાશિત થયેલ “ સાધુ આવશ્યક ક્રિયાસૂત્ર' નામની પ્રતમાં પણ તે વિધિને સ્થાન નથી અપાચેલ, તે બીના આશ્ચર્ય અને ખેદજનક છે.
વળી નીચેના પાઠથી જોઈ શકાય છે કે પરંપરાયણ આગમ છે અને તે પ્રથા માનનીય છે. તેને લેપ સંસારની વૃદ્ધિ કરનાર છે. “ પરંપરાની આચરણે પ્રભુ આજ્ઞા સમાન છે.” એટલે હાલમાં પણ તે સ્વીકાર કર્યા સિવાય ચાલે તેમ નથી જ.
__ आचरणायाश्च लक्षणमिदं कल्पभाज्ये-" असढेण समाइण्णं जं कत्थिय केणइ असावजं । न निवारिअमन्नेहि बहुमामयमेअमायरिअं ॥१॥" आचरणा च जिनाज्ञा ममानव यद् भाषितं भाष्यादौ असढाइण्णऽणवज्ज गीअत्थ अवारिअंति ममत्था आयरणा वि हु आणत्ति वयणओ सुबहु मन्नति ॥२॥
આચરણનું લક્ષણ કલ્પભાષ્યમાં આ પ્રકારનું છે-અશઠ પુએ જે આચરણ કર્યું અને કોઈ જગ્યાએ પણ કોઈએ સાવવ રહિત જાણી નિષેધ ન કર્યું અને અન્ય એવા ઘણું પુરુષોએ જે સ્વીકારેલું એવું જે આચરણ તે આચરણ કહીએ.
તે આચરણે પણ શ્રી જિનપરમાત્માની આજ્ઞા સમાન જ છે જે માટે ભાળ્યાદિમાં કહ્યું છે કે–અશઠ પુરુષે આચરણ કરેલું હોય અને અનવદ્ય હોય ( નિર્દોષ હૈય) ને ગીતાર્થ પુરુષોએ નિવારણ ન કરેલું હોય તો તે આચરણું પણ નિશ્ચ જિનાજ્ઞા જ છે. એવા વચનથી મધ્યસ્થ પુરુષો ઘણું માન આપે છે.
તેવી જ રીતે મુહપત્તિ નાક ઉપર રાખી કાનમાં ભરાવીને વ્યાખ્યાન વાંચવાની આચરણ પણ ઠેઠ શ્રી ગણધર મહારાજથી જ ચાલી આવે છે એટલે તે શ્રી જિનાજ્ઞા સમાન જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com