________________
પ્રતો અમારા સાંભળવામાં આવેલ છે. આ ઉપરથી લેખકની વાત ટકી શક્તી નથી.
આગળ ચાલતાં તેઓ જણાવે છે કે “પાટલી સાથે પાનું રાખે તે પણ લાંબી પાટલી એક હાથે રહે નહી, અને વંચાય પણ નહીં.'' આના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે એ તો સૌના સર્વસામાન્ય અનુભવની વાત છે કે એક હાથમાં પાટલી ખુશીથી રાખી શકાય અને વાંચવામાં પણ કશે બાધ આવી શકશે નહી.
તેઓશ્રી લખે છે “બાંધનાર પક્ષ વધારે ચર્ચા ન વધારવા માગતા હોય કે સાયનું સમર્થન કરવા માંગતો હોય તે વ્યાખ્યાનની વખતે બાંધવાનો પુરાવો આપે એ જ સારું છે.” આના જવાબમાં જણાવવાનું કે ચચીંસારની બુકમાં સ્પષ્ટપણે શાસ્ત્રીય પાડે અપાયેલા છે. તેમ છતાં જો નહી બાંધનારાઓ બાંધતા થશે તો તે વિષેના પ્રત્યે રજૂ કરવાના પ્રયત્ન કરશું.
આગળ ચાલતાં આપ જણાવે છે કે “ આશાતના ટાળવા માટે જ મુખકેશ બાંધવાની જરૂર ગૃહસ્થના અનુકરણે શાસ્ત્રના વિધિપાઠ વગર જણાવી તેથી તેની માફક પ્રસંગ આવે.” આના પ્રત્યુત્તરમાં લખવાનું કે શ્રી તીર્થકર ભગવાનના મુખેથી ત્રિપદી સાંભળીને ગણધર મહારાજાઓ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે, તેમ જ સાધુની સ્થાપના પ્રથમ જ છે અને મુહપત્તિને સ્વીકાર દીક્ષાની સાથે છે. ગૃહસ્થના મુખકેશના અનુકરણથી સાધુઓ વ્યાખ્યાનાદિક સમયે મુખ પર મુહપતિ બાંધે છે, એમ લખવું એ વ્યાજબી નથી. પ્રભુ અને જ્ઞાનાદિકની આશાતના સર્વવિરતિ ચાલે છે એના અનુકરણે દેશવિરતિ પણ ટાળે છે. સર્વવિરતિ મુહપત્તિનો ઉપયોગ રાખી બોલે છે. એના અનુકરણે દેશવિરતિ પણ મુહપતિ અથવા વસ્ત્રનો ઉપગ રાખી બેસે છે. વળી મુખકેશ જુદી વસ્તુ છે. અને મુહપત્તિ જુદી વસ્તુ છે એટલે અનુકરણ ગણાય જ કઈ રીતે ? અથત તે વાક્ય તદ્દન અગ્ય અને અસંબંધ છે, એ દરેક સુજ્ઞ વિચારક સ્વયમેવ સમજી શકે તેમ છે અને તેવા વાકયદ્વારા પૂર્વ પુરૂષોની પણ આશાતના થાય છે, જે દુખદ બીના છે. આ પ્રથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com