________________
મુંબઈ સમાચાર શનિવાર તા. ૧૩ અકટોમ્બર ૧૯૩૪
લેખક–જૈન પ્રભુપૂજન વખતે અને શાસ્ત્રાવાંચન વખતે જેનોને એક ભાગ મુખ ઉપર એક લુગડું બાંધે છે. અથવા ખરા શબ્દો મૂકીએ તે પ્રભુપૂજન વખતે મુખકેશ બાંધે છે અને શાસ્ત્રવાંચન. વખતે મુહપતિ બાંધે છે. આ મુખ બાંધનાર વર્ગ તે તામ્બર મૂર્તિપૂજક વર્ગ. એ સિવાય જેઓ મૂર્તિપૂજક થી તેઓ આખો દિવસ અને રાત દરેક પ્રસંગે મુખ ઉપર મુહપત્તિ બાંધેલી રાખે છે અને જ્યારે આહાર ખાવો અને પાણી પીવું હોય ત્યારે જ તે મુહપત્તિ દૂર કરે છે. ઉપલા મુહપત્તિ બાંધનાર વર્ગમાં બે પક્ષ છે. એ આ વીગતેથી ખુલ્લું જણાશે કે પહેલે વર્ગ શાસ્ત્ર વાંચતી વખતે જ મુહપતિ બાંધનાર વર્ગમાં બે પક્ષ છે. એ આ વિગતોથી ખુલ્લું જણાશે કે પહેલો વર્ગ શાસ્ત્ર વાંચતી વખતે જ મુહપતિ બાંધે છે, જ્યારે બીજો વર્ગ આખો દિવસ. રાત-માત્ર આહારપાણી લેવાના વખત સિવાય મુહપત્તિ બાંધે છે. આ બંને વર્ગ વચ્ચે મુહપત્તિની ચર્ચા આશરે ૩૦-૩૫ વર્ષો અગાઉ થઈ હતી. તે વેળાએ સ્થાનકવાસી સમુદાયના શ્રી વાડીલાલ મોતીલાલ શાહે તેમાં ભાગ લઈને એવું બતાવવા પ્રયત્ન સેવ્યો હતો કે જેઓ આખો દિવસ રાત મુહપતિ બાંધે છે તેઓ જ મહાવીરના ખરા અનુયાયીઓ છે; જ્યારે જેઓ છેડા વખત મુહપત્તિ બાંધતા હતાં તેઓ અને તે સિવાય મુહપત્તિ નહીં બાંધવા છતાં શાસ્ત્રો વાંચનારાઓ શ્રી મહાવીરના ધર્મથી વિમુખ હતા. આ ચર્ચાએ બહુ ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને સામસામે બહુ લખાણ થયાં હતાં, પણ તેને અંત આવ્યો ન હતો. થોડા વર્ષો અગાઉ એક પુસ્તક એક સ્થાનકવાસી મુનિરાજ તરફથી બહાર પડયું હતું તે પુસ્તકમાં શ્રી મહાવીર અને તેમના ગણધરે તેમજ તેમના પછીના આચાર્યો મુહપતિ બાંધતા હતા તેવું દેખાડનાર તેઓનાં ચિત્રો આપવામાં આવ્યા હતાં. અને જેઓ તેમ નહીં કરતા હોય તેઓને ઘણું જ ઉશ્કેરણી કરનારા વિશેષણે લગાડવામાં આવ્યાં હતાં. આ પુસ્તક સામે શ્વેતાંબરે તરફથી માટે ખળભળાટ થયો હતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com