________________
: ૧૮ :
એ માસિકમાં માત્ર જૈન ધર્મને લગતી બાબતે ચર્ચવામાં આવે છે અને તે માત્ર જેને કામમાં ફેલાયેલું જ પત્ર છે. એ પત્રમાં જે ટીકા કોઈપણ સાધુ કે આચાર્યનું નામ લીધા વગર થાય છે. તે બહુ ટુંકી હોય છે અને તે શંકાના સમાધાન તરીકે જ શાસ્ત્રાધારે લખાય છે એમ તેમના સંચાલક જણાવે છે. શ્રી “મુહપત્તિ ચર્ચાસાર” ના પુસ્તકમાં આશરે દોઢસો પૃષ્ઠો ભરીને ભખાયેલી વિગતે સામે ઉપરોક્ત “સિદ્ધચક્ર”માં કોઈ એકાદ લીટી લખતાં પહેલા પક્ષના એક મુનિરાજે મુંબઈ સમાચારના તા. ૮ ઓગષ્ટના અંકમાં જૈન સમાજ સાવધાન એકજ શાસ્ત્રીય લીટી પકડી અનર્થ કરનાર એક લેખક એ મથાળા હેઠળ એક લીટીની સામે બે કલમનો એક લેખ પ્રગટ કરાવ્યું, એક લીટી લખનાર એક આચાર્ય હતા. બે કલમ લખનાર એક મુનિરાજ હતા. આચાર્યની એક લીટી સામે લખતાં મુનિરાજશ્રીએ જે કેટલીક બાબતે લખી હતી તેને શાસ્ત્રથા સાથે કે મુહપત્તિની ચર્ચા સાથે શું સંબંધ છે તે સમજી શકાતું નથી, પણ તેમણે મુંબઈમાં શાંત વાતાવરણમાં જવાળા પ્રગટાવી છે અને આચાર્યો અને મુનિરાજે પોતાના જેવા બીજા આચાર્યો સામે કેવી રીતે લખી શકે છે તે જોવાનું ભાગ્ય મુંબઈના જેનોને પ્રાપ્ત થયું છે. “એક જ શાસ્ત્રીય લીટી પકડી અનર્થ કરનારા લેખક” વિષે લખતાં જે પ્રથમ વાકય લખાય છે કે આવી ચર્ચા છાપાઓમાં કરવી નકામી છે એમ લખનારની મનોદશા જણાવે છે તેઓ લખે છે કે “ શાસ્ત્રીય વાતને નિર્ણય કરવા મળ્યા છતાં ખુલાસો કરવા મન લલચાયું નહી અને પેપરે દ્વારા મન લલચાય તે કેવું આશ્ચર્ય! પિપરે દ્વારે અત્યાર સુધી શાસ્ત્રીય એકે બાબતને નિર્ણય થયેલો વાંચકોએ સાંભળ્યું છે? અને તે છતાં પેપર દ્વારા જ લેખ લખવામાં જ નિર્ણયે આવી જશે એમ માનીને મુનિરાજશ્રી એક શાસ્ત્રીય લીટી લખનાર આચાર્ય મહારાજને અનર્થ કરનાર લેખક તરીકે જણાવી, તેમના ઉપર ગુસ્સો ઠાલવતાં જણાય છે. મુનિ સંમેલનમાં સાથે બેસીને અનેક નિર્ણય કરનાર મુનિરાજે જૈન શાસ્ત્રીય વાતને જૈન છાપાઓમાં ચર્ચે તો જેન કેમ તેને વધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com