________________
L: ૨૨ :
યોગથી મનુષ્ય ભૂલે તે છે પણ સાગરજી મહારાજ જેવા નર અવશ્ય ભૂલ સુધારી બહાર પાડે તેવું મારું અનુમાન છે.
અસાડ સુદ ૧૫ના સિદ્ધચક્રના અંકમાં તેઓશ્રીએ સમાજના લખેલી હોય એમ મને લાગતું નથી. કદાચ હેય તે આગમે દ્વારકના બિરૂદને અવશ્ય કલંક લાગે એમ મને લાગે છે. અસ્તુ. જે હોય તે ! આગળ વધતાં તેઓ લખે છે કે મુનિમેલનમાં સાથે બેસીને અનેક નિર્ણ કરનારા મુનિરાજે જૈન શાસ્ત્રીય વાતને છાપાઓમાં ચર્ચે તો જેન કેમ તેને વધુ લાભ મેળવી શકે. આના ખુલાસામાં લખવાનું કે આપણે જેને કામની હાલની સ્થિતિનું અવલોકન કરીએ તો માલુમ પડશે કે આપની સાધારણ વાત પણ જાહેર પેપરમાં બહાર આવે છે. શાસ્ત્રીય, જ્ઞાતિની કે સમાજની ગમે તેવી બાબતો આધુનિક જમાનામાં હાર પેપરમાં આવવા લાગી છેદાખલા તરીકે બે એક અઠવાડીઆ પહેલાં મહાવીર વિદ્યાલય સંબંધી જાહેર પેપરમાં સ્થાન અપાયું હતું ને! મહાવીર-વિદ્યાલય સંબંધી મારા વિચારો નથી. મહાવીર વિદ્યાલય જેનોની કે જાહેર જનતાની ? એક સંસ્થામાં ગમે તેવી વાત બનેલ હોય છતાં તે વાત જાહેર પેપરમાં સુંદર લાગે કે જૈન પેપરમાં ? આ વાત યાદ કરાયેલી હોત તો આવી પેપરો સંબધી વાત તમે લખત નહી. ગાંડી સાસરે જાય નહી અને ડાહીને શિખામણ આપે-આ લોક કહેવત યાદ છે ને? સંભારે આપણું દસ વરસની પ્રણાલિકા. ભાઈ એમ જ ચાલે છે ! જાહેર પેપરમાં આપવાની આપની મનોદશાનું સુચન કરાય છે તે મનોદશા નિમૂળ જ્યાં સુધી નહી થાય ત્યાં સુધી સારા કે ખેટાની પરીક્ષા મારા જૈન લેખકે કરી શકશે નહી સત્યને સ્થાન આપશે નહી. પત્થર અને મણીની કિંમત ત્યાં સુધી અંકાશે નહી. આગળ જતાં લેખક મારી જ વાતને પુષ્ટિ આપતાં લખે છે કે શાસ્ત્રીય વાતને નિર્ણય પ્રત્યક્ષ મળ્યા છતાં ખુલાસો કરવા મન લલચાયું નહી અને પેપરો દ્વારા મન લલચાય તે કેવું આશ્ચર્ય ! વાત સત્ય છે. હજુ પણ જનતાના કાન ખેલવા, લેખકોની મનોદશા ભુલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com