________________
આ ઉપરથી એ સ્વતઃ સિદ્ધ થાય છે કે પૂર્વે મેટા પાનાની પ્રતોના કારણથી બે હાથે ઝાલીને વાંચવું પડે એટલા માટે જ મુહપતિ બાંધવાની પ્રથા હતી, એમ કહેનારની વાત એગ્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ તો જ્ઞાનની આશાતના ટાળવા માટે જ તે પ્રથા હતી અને છે એમ માનવું પડશે. મોઢું ઢાંક્યા સિવાયનું ઈન્દ્રનું વચન પણ સાવઇ (પાપવાળું ) કહ્યું છે.
“ પુસ્તકની પ્રતિમાજી માફક વગર બાંધે આશાતના ગણનારે દરેક વાંચન વખતે બાંધવું અને સ્નાનને પ્રસંગ પણ લેવો ”.
આ પ્રમાણે વગરમાગી સલાહ આપવામાં આવી છે. તેના જવાબમાં જણાવવાનું કે પૂર્વના મહાપુરુષોએ જે જે સ્થલે મુહપત્તિ બાંધવાનું દર્શાવેલ છે તે તે સ્થાને બાંધવાનું સ્વીકારીએ છીએ. ઓછી જગાએ બંધાતી હોય તેને પ્રમાદ જ ગણી શકાય છે. સત્યનું પાલન તો દૂર રહ્યું પણ સત્યને અસત્યનું રથાપન કરવું તે શું એગ્ય છે?'
મૂર્તિ એ સ્થાપના તીર્થકરનું બિંબ છે. સિદ્ધચક્રના યન્ટની અંતર્ગત જ્ઞાનની સ્થાપના હોય છે તો તેનું પૂજન પણ ગૃહસ્થો સ્નાન કરીને જ કરે છે. સાધુઓ તો સ્નાનના અભાવે દ્રવ્ય પૂજાને નિષેધ હોઇને ભાવપૂજા જ કરે છે. તેવી જ રીતે વાંચનને અંગે પણ સાધુઓને જ્ઞાનની જરૂર ન જ હેય એ સૌ કોઈ સમજી શકે તેવી સ્પષ્ટ વાત છે.. - શ્રી દશવૈકાલિક સૂત્રમાં ભ્રમરનાં દષ્ટાંતે સાધુઓને ગૌચરીએ જવાનું જણાવેલ છે, અર્થાત જેમ ભ્રમર પુપને કલામણું ઉપજાવતો નથી, ઈજા કરતો નથી અને જુદા જુદા પુષ્પમાંથી પરિમલ ગ્રહણ કરી સ્વાત્માને સંતોષે છે, તેમ મુનિ પણ જુદે જુદે સ્થળાએ ભમી, કોઈને પણ કીલામણું ઉપજાવા સિવાય ગૌચરીએ, જાય અને તેવા વિશુદ્ધ આહારથી સ્વાત્માને સંતે. હવે આ ઉપરથી સર્વીશે મુનિની સાથે ઘટાવીએ તો અયુકત જ બની જાય છે, કેમકે ભ્રમર તે અવિરતિ છે, તો મુનિને પણ અવિરતિ બનવું પડશે. વળી ભ્રમર પુષ્પનાં દીધા સિવાય પોતાની મેળે જ સુગંધને ગ્રહણ કરે છે, તો અહીં મુનિએ પણ ગૃહસ્થના: વહેરાવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com