________________
જવાબ મુંબઈ સમાચાર. તા. ૧૮ ઓકટોબર, ૧૯૩૪. ગુરૂવાર. જૈનાચાર્ય વિજયહ સૂરીશ્વરજી મહારાજનો વધુ ખુલાસો.
ગોડીજી ઉપાશ્રય મુંબઈ. શ્રી સિદ્ધચક્ર પાક્ષિક અંક ૨૨, તથા ૨૩ની સમાલોચનાને વિષય. મુહપત્તિમાં નાના અને કાગળનાં પુસ્તકે પહેલાં હતાં તેને પુરાવો માંગવામાં આવ્યો છે. તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું જે અષભદેવ ભગવાને બ્રાહ્મીને લીપીઓ શીખવી ત્યારથી લીપીનાં વિધાનના ક્ષેત્રની અંદર અભાવ થયો નથી; ચાલુ જ રહેલ છે. કેમકે અસિ, મમિ અને કૃષિ એ ત્રણની જ્યાં પ્રધાનતા વર્તતી હોય તેને જ કર્મભૂમિનાં ક્ષેત્રે કહેલ છે. એટલે વર્તમાન ભારતનો તેમાં સમાવેશ થતો હેબને એ ત્રણે વસ્તુઓ પૂર્વે પ્રવર્તતી હતી, વર્તમાનમાં મોજુદ છે અને ભવિષ્યમાં રહેશે એ નિર્વિવાદ છે.
વળી વર્તમાન યુગના મનુષ્યો કરતાં પૂર્વ સમયનાં મનુષ્ય આત્મિક જ્ઞાનનાં ધારક હતા. પુરૂષની બહેતર અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ સંપૂર્ણ નહી તોપણ ઘણે અંશે તો ખીલેલી હતી જ. અને લેખનકળા ખીલેલી હેય એ સ્વાભાવિક જ છે. વળી ગંડી, કરછપી, આદિ પુસ્તકનાં પાંચ ભેદ સૂત્રમાં કહેલા છે. આગમ પુસ્તકારૂઢ થયા પહેલાનાં છે. વળી વિક્રમની અગ્યારમી શતાબ્દિમાં ટૂંકા ભોજપત્ર અને ટૂંકા તાડપત્ર પર લખાયેલી પ્રતો અત્યારે પણ પુનાની ભાંડારકર લાયબ્રેરીમાં મોજુદ છે. તેમજ શ્રી કાલિકાચાર્યની કથા ઈગ્લીશમાં ડોકટર નોર્મન બ્રાઉને બહાર પાડેલ છે તેમાં વિક્રમની ૧૨ મી શતાબ્દિમાં લખાએલ ટુંકા પાનાની બતમાંહેનાં ફટાઓના બ્લોક આપેલ છે. તથા શોધકેની એ માન્યતા છે કે ઈસુની ત્રીજી સદીમાં કાગળોની ઉત્પત્તિ થઈ છે. સંશોધકોની દષ્ટિએ જોઈએ તો શ્રીમાન દેવહિંગણી ક્ષમાક્ષમણજીના વખતે કાગળ હોવા સંભવે છે. દલીલને ખાતર માની લઈએ તે લાંબા પાનાની પ્રત હેય તે પણ એકલું પાનું હાથમાં લઈને વાંચી શકાતું નથી, પણ પાટલીમાં રાખીને વંચાય છે કે જેથી એક હાથે વાંચવામાં કશે બાધ આવી શકે નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com