________________
: ૧૬ ઃ
કે આ દૈવ ભક્તિમાળા'માં પન્યાસજી દેવવિજયજી મહારાજે એવુ જણાવ્યું છે કે મુહપત્તિ માંધનાર પક્ષની હાર થવાથી એ ચર્ચા અંધ થઇ હતી. જ્યારે પન્યાસજી રત્નવિજયજી મહારાજ કે જેઓએ શ્રી મૂળચ’દજી મહારાજ સાથે ચીડીએ લખીને ચર્ચા શરૂ કરી હતી તેએ એમ જણાવે છે કે સધમાં કાઇપણ રીતે વિક્ષેપ ન પડે માટે ચર્ચાને અંત લાવવાની અમારી ઇચ્છા હતી, પરંતુ અમેએ ઘણા પ્રયત્ન કર્યાં છતાં તેને। અંત આવી શકયા નહી અને તેનું પરિણામ વિશેષ વિખવાદમાં આવશે એમ ધારીને અમેએ એ ચર્ચા છેડી દીધી.” અનવાજોગ છે કે પન્યાસજી દેવવિજયજી મહારાજે આવી રીતે આવેલા અતને હાર તરીકે વર્ણવી હોય. પન્યાસજી શ્રી રત્નવિજયજી મહારાજની સંકલના ઉપર જણાવેલી વિગતે પરથી જણાશે કે વિરાધી પક્ષને જીતવાને બદલે શ્વેતાંબર મૂર્તિપૂજકોમાંથી એ પક્ષ શ્રી મૂળચંદજી મહારાજ અને યુટેરાયજી મહારાજના વખતમાં પડયા અને વિજયાનંદસૂરિજી પણ મુહપત્તિ બાંધવાની પરંપરાને વખાણનાર છતાં, તેઓએ મુદ્દત્તિ હાથમાં રાખીને અશાતના ન થાય એવી રીતે શાસ્ત્રો વાંચવાની પ્રથા ચાલુ રાખી. મુહપત્તિ બાંધ વાની ચર્ચા ચીડીએ લખીને શરૂ કરનાર પન્યાસજી મહારાજે એ વખતે ચર્ચાના અંત લાવવામાં સવિક્ષેપ જોઇ એ ચર્ચા પડતી મુકી હતી, એમ તેઓએ લખ્યુ છે એમ ઉપર જણાવવામાં આવ્યુ છે પણ એ ચર્ચા પડતી મુકવા છતાં પેાતે જ ચીકીએ લખી હતી. તેને અને તેના જે જવાખેા મળ્યા હતા, તેને તેમજ શાસ્ત્રના મુહપતિ બંધનના પાથાને એક પુસ્તકમાં તેઓએ એકઠા કર્યાં અને તેને નેાંધી રાખ્યા. એ વખતે ખુલ્લા એ પક્ષ પડયા. એક પક્ષ વાંચન વખતે માં અને નાક ઉપર અંધાય એવી મુહપત્તિ કાનના છેદમાં તેના છેડા ખેાસીને શાસ્ત્ર વાંચતા, જ્યારે બીજો પક્ષ હાથમાં મુહપત્તિ મુખ આગળ રાખીને, શાસ્ત્ર આશાતના ન થાય એ રીતે શાસ્ત્ર વાંચતા. આ બંને પક્ષેા હજી પણ વિદ્યમાન છે અને તેમાં પહેલા પક્ષમાં મુખ્યત્વે શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજય હ સૂરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય સમુદાય મુખ્ય છે. ખીજા પક્ષમાં ઉપર।ક્ત આચાર્યોં સિવાયના આચાર્યો અને તેમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com