________________
અને તેઓ તરફથી તેને વિરોધ કરનારા લેખે પણ પ્રગટ થયાં હતાં. પણ કોઈ વ્યવસ્થા પ્રમાણે કામ નહીં થવાથી તે બાબત પણ પાછળથી પસ્તી મુકાઈ હતી. શ્વેતાંબર મૂર્તિપૂજકો અને સ્થાનકવાસીઓ વચ્ચેની મુહપત્તિ ચર્ચા, આ ઉપરથી જણાશે કે વર્ષો અગાઉ પડતી મુકાઈ હતી અને સૌ સૌના વિચાર સ્વાતંત્ર્યમાં ઘુમી રહ્યા હતા, એ ચર્ચા દરમીયાન અને તે અગાઉ ૬૦-૭૦ વર્ષ પર શ્વેતામ્બરોમાં એક ત્રીજા પક્ષે જુદી જ વળણ બતાવી હતી. એ ત્રીજા પક્ષની માન્યતા એ હતી કે શાસ્ત્રો વાંચતી વખતે મુહપત્તિ બાંધવી જ જોઈએ એવો આગ્રહ રાખવાની જરૂર નથી. શાસ્ત્રોની આશાતના નહી થાય તેવી રીતે જે શાસ્ત્રોનું વાંચન કરવામાં આવે તે આશાતના ટાળવાને જે હેતુ રાખવામાં આવ્યા છે તે પાર પડત હોવાથી, મુહપત્તિ મુખ આગળ, થુંક પુસ્તક પર નહીં પડે, તેવી રીતે રાખી શકાય અને તેમ કરવાથી શાસ્ત્રોની આશાતના ટળે છે. સ્થાનકવાસીઓની સાથે ચર્ચામાં ઉતરી તેઓને પોતે માનેલું સત્ય સમજાવવામાં નિષ્ફળ નીવડેલે પક્ષ શાસ્ત્ર વાંચન વખતે મુખ આગળ મુહપત્તિ રાખવા જણાવનાર પક્ષ તરફ. આ વખતે શાસ્ત્રજ્ઞા બંગ કરનાર તરીકે જોવા લાગ્યા અને તે કારણથી અસ્પસ ચર્ચા ચાલી. દરેક પક્ષે પોતાના સમર્થનમાં શાસ્ત્રના પિથા તે વખતે આગળ કર્યા. એમ કહેવાય છે કે શ્રી વિજયાનંદસૂરીજીની હયાતીમાં આ ચર્ચા પંન્યાસજી શ્રી રત્નવિજયજી મહારાજે ચીઠીઓ મારફતે શ્રી મુળચંદજી મહારાજ સાથે શરૂ કરેલી અને તે બાદ શ્રી વિજયાનંદસૂરિજી સાથે પણ થએલી. એમ કહેવાય છે. શ્રીમાન બુટેરાયજી મહારાજને જે શાસ્ત્રોના પાઠ બરાબર સમજાવવામાં આવ્યા હતા તે તેઓ મુહપતિ બાંધવાની તરફેણ કર્યા વગર ન રહેત. વળી શ્રી આત્મારામજી મહારાજના હસ્તે સં. ૧૯૪૭ના વર્ષમાં લખાએલે એક પત્ર રજુ કરીને એવું દર્શાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તેઓએ એ પત્ર મારફતે જણાવ્યું છે કે “મુહપત્તિ બાંધવી સારી છે અને જે રિવાજ પરંપરાથી ચાલ્યો આવ્યો છે તેને લોપ કરે ઠીક નથી.” આ બધું એમ કહેવાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com