________________
: ૧૨ :
તા. ર૬ મી ઓગષ્ટ ૧૯૩૪. એક ખુલાસેના
જવાબ. તા. ૧૨ મી ઓગષ્ટ ૧૯૩૪ ના શ્રાવણ સુદિ ૨ “જૈન” પત્રમાં “મુહપત્તિ ચર્ચાનું સ્પષ્ટીકરણના મથાળા નીચે જે ૧૬ મુદ્દાઓ “જૈન મુનિ ” ના નામથી પ્રગટ થયા છે તે વાંચતાં નનામા લેખનો જવાબ આપવો તે જે કે ઉચિત નથી; કારણું કે નામ–વિનાની પ્રગટ થતી લેખમાળા ભલે ગમે તેટલી ઉચ્ચ હોય કે અર્થ વિનાની હેય એમ છતાં તેની કિંમત એક કુટી બદામ કરતાં વધારે ગણી શકાય નહીં.
આ ચર્ચા એવી રીતે રજૂ કરવામાં આવી છે કે તેમાં નથી સારુષ્ટિએ પ્રશ્ન કે નથી કોઈ પ્રાચીન પ્રમાણ. માત્ર તર્કની દષ્ટિએ આ બધા પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હોય એમ જણાઈ આવે છે. માત્ર શાસ્ત્રોના નામો આપી લેખક એટલું જ જણાવે છે કે “મુહપત્તિ હાથમાં રાખી વ્યાખ્યાન વાંચવાનું સ્પષ્ટ વિધાન છે, અને મુહપતિ બાંધી વ્યાખ્યાન વાંચવાનું નથી. ” પરંતુ શાસ્ત્રના પાઠ વિનાનું આ વિવેચન શા કામનું !
માત્ર એક જ દલીલથી લેખને જવાબ આવી જાય તેમ મને લાગે છે. બાર માસની સંવત્સરીના દિવસે મુનિ મહારાજે બારસા સૂત્રનું વાંચન સભા સમક્ષ કરે છે. વાંચનાર મુનિરાજે એક સમયમાં બે ઉપગવાળા બને છે. એક હાથમાં બારસા સૂત્ર, બીજા હાથમાં મુખત્રિકા. ગૃહસ્થ ચઢાવો બેલી બારસાનાં ચિત્રો બતાવવા ઊભા રહે છે. ચિત્રો બતાવવા ઊભા રહેનાર ગૃહસ્થ મુખકોણ બાંધી ચિત્રો બતાવે છે. આ બંને જણાઓમાં મહાવીરને આરાધક કોણ? તે પ્રશ્નને લેખક વિચાર કરશે કે? ગૃહસ્થને ચિત્રો બતાવતી વખતે બોલવાનું નથી છતાં પણ મુખકેશ બંધાવાય છે. અને સાધુને સભા સમક્ષ બારસા લોકનું વાંચન કરવાનું છે તે તે સાધુઓને ઉપયોગ પાનામાં કે હાથમાં રહેલી મુહપત્તિમાં ? આ બધેએ વિચાર વાંચકગણુને સુપ્રત કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com