________________
૧૭
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત,
[૧] (ક) પ્રસ્તાવના : ચાર છેદ સૂત્ર (શિ) ( ) (૧) નિશીથ સૂત્રનો ઐતિહાસિક પરિચય – આ આચારાંગ સૂત્રનું અધ્યયન છે. કાલાન્તરે આ વિભાગ આચારાંગથી અલગ કરવામાં આવેલ, એટલે ગણધર સિવાય આ સૂત્રના રચયિતા બીજા કોઈ નથી. તેમ છતાં ઈતિહાસના ભ્રમજનક વાતાવરણથી આ સૂત્રના રચયિતા ગ્રંથોમાં (૧) ભદ્રબાહસ્વામી કે આર્યરક્ષિત અથવા વિશાખાગણિજીને કહ્યા છે, પરંતુ તે કથન સત્યથી દૂર છે. વિશેષ જાણકારી માટે આગમ સમિતિ ધ્યાવરથી પ્રકાશિત છેદ સૂત્રમાં વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશાના ત્રીજા સૂત્રનું વિવેચન જોવું. આ સૂત્ર પર બીજા ભદ્રબાહુસ્વામીએ નિર્યુક્તિ નામની વ્યાખ્યા કરી છે.
સૂત્ર અને નિર્યુક્તિના આધાર પર ભાષ્ય નામની વ્યાખ્યા આચાર્ય સિદ્ધસેન ગણીએ કરી છે, એવું ચૂર્ણિકારે અનેક વાર બતાવ્યું છે. મતાંતરથી આચાર્ય સંઘદાસ ગણિને પણ ઉક્ત ભાષ્યના કર્તા કહે છે પરંતુ આ કથન મહત્ત્વનું નથી. આચાર્ય જિનદાસગણિ મહત્તરે સૂત્ર, નિર્યુક્તિ એવંભાષ્ય ગાથાઓના આધાર પર ચૂર્ણિ નામની વ્યાખ્યા કરી છે. ચૂર્ણિ સહિત ભાષ્યનિર્યુક્તિનું પ્રકાશન આગરાથી થયું છે. જેના સંપાદક ઉપાધ્યાય કવિ પં. રત્ન શ્રી અમરમુનિજી અને પં. રત્ન શ્રી કયાલાલજી મ. “કમલ' છે. ઉપરની ત્રણે ય વ્યાખ્યા પ્રાકૃત ભાષામાં છે. જેમાં ચૂર્ણિ ગદ્યમય વ્યાખ્યા છે અને ભાષ્ય, નિર્યુક્તિ ગાથારૂપ વ્યાખ્યા છે.
નિર્યુક્તિકાર વીરનિર્વાણની અગિયારમી શતાબ્દીમાં થયા છે. આ નિર્યુક્તિકારના ભાઈ વરાહમિહિર હતા. તેઓએ “વરાહી સંહિતા' ગ્રન્થની રચના કરી હતી, જેમાં તેનો રચના સમય લખેલ છે. તેના આધારે આ ભદ્રબાહુ સ્વામી અને વરાહમિહિરનો સમય જણાય છે. જે વિક્રમની છઠ્ઠીવિ. સં. પ૨) અને વીર નિર્વાણની અગિયારમી (૧૦૪૦) શતાબ્દી થાય છે. જે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના ૩૦-૪૦વર્ષ પછીનો સમય છે. ત્યારપછી વિક્રમની સાતમી સદીમાં ભાષ્યકાર અને આઠમી સદીમાં ચૂર્ણિકાર થયાનો સમય છે. આ રીતે આ સૂત્રનું વ્યાખ્યા સાહિત્ય પણ ઓછામાં ઓછું ૧૩૦૦ વર્ષ જૂનું છે. (૨) દશાશ્રુતસ્કંધનો ઐતિહાસિક પરિચય – દશાશ્રુતસ્કંધ સૂત્રની રચના કરનાર ચૌદ પૂર્વધર આર્યભદ્રબાહુ સ્વામી છે. વીરનિર્વાણના ૧૭૦વર્ષ પછી તેઓનો સ્વર્ગવાસ થયો હતો. નિર્યુક્તિકાર બીજા ભદ્રબાહુ સ્વામીએ આ સૂત્રની નિર્યુક્તિ વ્યાખ્યા કરી છે. તે નિયુક્તિકારે આદિ મંગલને માટે સૂત્રકાર શ્રી પ્રથમ ભદ્રબાહુસ્વામીને નમસ્કાર કર્યો છે. તે નિયુક્તિ ગાથા અને તેની ચૂર્ણિ વ્યાખ્યાથી નિયુક્તિકાર અને સૂત્રકાર ભદ્રબાહુ સ્વામી બને અલગ-અલગ હોવાનું સ્પષ્ટ થાય છે. આ સૂત્ર પર આચાર્ય જિનદાસગણિ મહત્તરની ચૂર્ણિ વ્યાખ્યા છે. જેનો સમય નિશીથ ચૂર્ણિ પ્રમાણે સમજવો, એનું પ્રકાશન ભાવનગરથી થયું છે. તેનું સંપાદન મુનિ શ્રી મણિવિજયજી ગણિએ કર્યુ છે. (૩-૪) બૃહસ્પ-વ્યવહાર સૂત્રનો ઐતિહાસિક પરિચય – આ બંને સૂત્રના રચનાકાર(નિસ્પૃહણ કરનારા) આર્ય પ્રથમ ભદ્રબાહુ સ્વામી છે. જે ચૌદ પૂર્વધારી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org