________________
12
આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી
વગેરે સંખ્યાબંધ જે મૂળભૂત કણો શોધ્યા છે, તે બધા જ આપણી આ વર્ગણાના પ્રથમ પ્રકાર ઔદારિક વર્ગણામાં આવી શકે છે.
જૈન શાસ્ત્રકારોએ પુદ્ગલ દ્રવ્યના વર્ણનમાં તેના વર્ણના મુખ્યત્વે પાંચ પ્રકાર બતાવ્યા છે : સફેદ, લાલ, પીળો, નીલો (ભૂરો) અને કાળો. ચિત્રકામના વિષયમાં સફેદ અને કાળા રંગ સિવાય મુખ્યત્વે ત્રણ રંગ બતાવ્યા છે. બાકીના રંગ આ ત્રણે રંગના સંયોજન દ્વારા બને છે. રંગીન છબીના છપાઈ કામમાં પણ લાલ, પીળો, ભૂરો અને કાળો રંગ વપરાય છે.
ગંધના બે પ્રકાર છે : ૧. સુગંધ અને ૨. દુર્ગધ.
રસના પાંચ પ્રકાર છે : ૧. કડવો, ૨. તીખો, ૩. તૂરો, ૪. ખાટો, ૫. મધુર. ખારા રસની અહીં ગણતરી કરી નથી પરંતુ ક્યાંક ક્યાંક ખારા રસને છઠ્ઠા રસ તરીકે ગ્રહણ કર્યો છે.
સ્પર્શના આઠ પ્રકાર છે : ૧. ગુરુ અર્થાત્ ભારે, ૨. લઘુ અર્થાત્ હળવો, ૩. મૃદુકોમળ, ૪. કર્કશ, ૫. શીત ઠંડો, ૩. ઉષ્ણ/ગરમ, ૭. સ્નિગ્ધ ચીકણો, ૮. રુક્ષ અર્થાત્ લુખ્ખો.
એકલા સ્વતંત્ર પરમાણુમાં શીત અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા રુક્ષ એમ બે પ્રકારના સ્પર્શ હોય છે. જ્યારે અનંત પરમાણુઓથી બનેલા પરમાણુ-સમૂહોમાં ક્યારેક પર પર વિરોધી ન હોય તેવા ચાર સ્પર્શ હોય છે તો કેટલાકમાં આઠે આઠ સ્પર્શ હોય છે. ઉપર બતાવેલી આઠ પ્રકારની વર્ગણાઓમાંથી પ્રથમ ચાર પ્રકારની વર્ગણાઓના પરમાણુ-સમૂહોમાં આઠે આઠ પ્રકારના સ્પર્શ હોય છે તો બાકીની ચાર વર્ગણાના પરમાણુ-સમૂહોમાં ચાર પ્રકારના સ્પર્શ હોય છે.
બંગાળી વિજ્ઞાની ડૉ. સત્યેન્દ્રનાથ બોઝનું બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ, ડૉ. પ્ર. ચુ. વૈદ્યનું કિરણોત્સારી તારાના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લગતું સંશોધન જૈનદર્શનની પરમાણુ સંબંધી કેટલીક માન્યતાઓને સમર્થન પૂરું પાડે છે.
બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ આદર્શ વાયુઓના કણ તેમજ ફૉટૉન કણો અંગેની સમજ આપે છે. જૈનદર્શન પ્રમાણે આ સમગ્ર બ્રહ્માંડમાં આકાશપ્રદેશો (Space-points) મર્યાદિત પ્રમાણમાં છે. જ્યારે પુદ્ગલ-પરમાણુની સંખ્યા અનંત છે. એક આકાશપ્રદેશ એટલે એક સ્વતંત્ર પરમાણુને રહેવા માટે જોઈતી જગ્યા/અવકાશ. આવા મર્યાદિત આકાશપ્રદેશોમાં અનંત પુદ્ગલ પરમાણુઓ કઈ રીતે રહી શકે? એક આકાશપ્રદેશમાં સ્વતંત્ર એક જ પરમાણુ રહી શકે છે, પરંતુ તે જ આકાશપ્રદેશમાં અનંત પરમાણુઓના સમૂહસ્વરૂપ પુદ્ગલ-સ્કંધ અર્થાત્ અનંત પુદ્ગલ-પરમાણુઓ પણ રહી શકે છે.
જૈનદર્શને બતાવેલ ભૌતિકશાસ્ત્રનો આ સિદ્ધાંત આઠ પ્રકારના કર્મથી મુક્ત શરીરરહિત આત્માના સંબંધમાં પણ લાગુ પડે છે.
મોક્ષમાં મુક્ત આત્માનું સ્થાન છે. આ મુક્ત આત્માઓ અરૂપી અને અશરીરી છે. તે દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને જૈન સિદ્ધાંત પ્રમાણે મુક્ત થતી વખતે અર્થાત્ નિર્વાણ સમયે શરીરની જે ઊંચાઈ હોય છે તેની બે તૃતીયાંશ ઊંચાઈ મોક્ષમાં તે આત્માની હોય છે. આમ છતાં જે સ્થાને એક મુક્ત આત્મા હોય છે તે સ્થાને બીજા અનંત મુક્તાત્માઓ પણ હોય છે. આની સાદી-સીધી અને સરળ