________________
જેનદર્શનમાં પરમાણુ-વિજ્ઞાન
11
ત્યારપછી તેના કરતાં વધુ સૂક્ષ્મ પરિણામવાળા પરમાણુઓના એકમસ્વરૂપ ભાષા વર્ગણા છે. આ વર્ગણાના પરમાણુ-એકમોનો ઉપયોગ ફક્ત પ્રાણી વિભાગના જીવો જ કરી શકે છે, પરંતુ વનસ્પતિ વગેરે જેઓને ફક્ત એક જ ઇન્દ્રિય છે તેઓ આ ભાષા વર્ગણાના પરમાણુ-એકમોનો ઉપયોગ કરી શકતા નથી. ટૂંકમાં, અવાજ પણ પીદ્ગલિક છે.
શ્વાસોચ્છવાસ વર્ગણાના પરમાણુ-એકમોના પરમાણુઓ ભાષા વર્ગણાના પરમાણુઓ કરતાં પણ વધુ સૂક્ષ્મ છે. આનો ઉપયોગ સજીવ સૃષ્ટિના પ્રત્યેક જીવે કરવો પડે છે અને શ્વાસોચ્છવાસ વગર કોઈ પણ જીવ જીવી શકતો નથી એમ આજનું વિજ્ઞાન પણ કહે છે અને જૈન ધર્મશાસ્ત્રો પ્રમાણે વનસ્પતિ સહિત પૃથ્વી એટલે કે પથ્થર, માટી વગેરે, પાણી, અગ્નિ અને વાયુમાં પણ જીવ છે તે જીવોને પણ શ્વાસોચ્છવાસની ક્રિયા કરવી પડે છે ત્યારે આ વર્ગણાના પરમાણુ-એકમોનો ઉપયોગ અનિવાર્યપણે કરે છે.
મનો વર્ગણાના પરમાણુ-એકમોના પરમાણુઓની સંખ્યા શ્વાસોચ્છવાસ વર્ગણાના પરમાણુએકમોમાં રહેલ પરમાણુઓની સંખ્યા કરતાં વધુ હોય છે. આ વર્ગણાના પરમાણુ-એકમોનો ઉપયોગ મનવાળા મનુષ્યો તથા પ્રાણીઓ કરી શકે છે. આનો સવિશેષ ઉપયોગ વિચાર કરવામાં જ થાય છે. અત્યારના વિજ્ઞાનીઓ પણ મનને તીવ્ર ગતિવાળું માને છે કારણ કે આપણું મન એક સેકંડમાં અથવા તો તેના કરતાં પણ સૂક્ષ્મ સમયમાં લાખો અને કરોડો માઈલ દૂર જઈ શકે છે અને તેના સંબંધી વિચાર કરી શકે છે. આ બધી કરામત મન અને મનોવણાના પરમાણુ-એકમોની જ છે.
અને છેલ્લે અત્યંત સૂક્ષ્મ પરમાણુઓના એકમસ્વરૂપ કાર્મણ વર્ગણાની વાત કરીએ. આ વર્ગણાના પરમાણુ-એકમોમાં સૌથી વધુ પરમાણુઓ હોય છે. આ વર્ગણાનો ઉપયોગ દરેકે દરેક સજીવ પદાર્થ કરે છે. દરેક સજીવ પદાર્થના આત્માને લાગેલાં કર્મો, આ કાર્મણ વર્ગણાના પરમાણુએકમ સ્વરૂપે જ હોય છે. જો કોઈ વિજ્ઞાની, આ વર્ગણાના પરમાણુઓને કોઈ પણ સાધન વડે જોઈ શકવા સમર્થ બને તો તે, જે તે વ્યક્તિ કે સજીવ પદાર્થના ભૂત-ભવિષ્ય અને વર્તમાન જાણવા સમર્થ બની શકે, પરંતુ આ વર્ગણાના પરમાણુ કોઈ પણ સાધન વડે જોઈ શકાય તેમ નથી. તે માટે તો આધ્યાત્મિક શક્તિ અને અતીન્દ્રિય જ્ઞાન જોઈએ જે અત્યારના સમયમાં પ્રાપ્ત થવું અશક્ય નહિ તોય ખૂબ દુર્લભ તો છે જ.
કાર્મણ વર્ગણા સ્વરૂપ કર્મના પુદ્ગલ સ્કંધો | કણો સંબંધી જૈન વિભાવના / ખ્યાલ તથા દ્રવ્યશક્તિ તરીકે પુગલ વગેરે સારી રીતે સમજી | સમજાવી શકાતા નથી. થોડા સમય પહેલાં જ વિજ્ઞાને ઇલેક્ટ્રૉન અને ફોટૉન શોધ્યાં. જ્યારે જૈનદર્શને પ્રાથમિક કણો તરીકે કાર્મણ વર્ગણાના કણો દર્શાવ્યા છે. કાશ્મણ વર્ગણાની વિભાવના એ જૈનદર્શનની અજોડ વિભાવના છે. કારણ કે ફક્ત આ કણો જ આત્મા સાથે સંયોજિત થઈ શકે છે. જૈન વિજ્ઞાન જ એક એવું વિજ્ઞાન છે કે જે કુદરતી ભૌતિક ઘટનાઓની સાથે સાથે આધિભૌતિક (super natural) ઘટનાઓ, સજીવ અને નિર્જીવનાં સંયોજન, ચૈતન્ય અને ભૌતિક વિજ્ઞાનને સમજાવી શકે છે.
વિજ્ઞાનીઓએ જે અણુઓ-પરમાણુઓ તથા ઇલેક્ટ્રૉન, પ્રોટૉન, ન્યૂટ્રૉન, પોઝિટ્રૉન, ક્લાર્ક