________________
લલિતવિસ્તરા ભાગ-૧/ પ્રસ્તાવના
વિશેષણોનું યથાર્થ જ્ઞાન કરીને, યોગવિશિકામાં બતાવેલા પ્રણિધાનાદિ આશયોનાં લક્ષણોનો ગર્ભિત અર્થ સમજીને, તેમાં આ લલિતવિસ્તરાનું સદ્જ્ઞાન ભેળવીને જો ચૈત્યવંદન કરવામાં આવશે તો મહાનિર્જરાની પ્રાપ્તિ થશે. આ ગ્રંથના અધ્યયન દ્વારા અનેક જીવો મહાકલ્યાણને પામે એવી નિર્મળ ભાવના રાખું છું.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત નિર્મળચંદ્રસૂરિ મહારાજ (સંસારી પક્ષે ભાઈ)ની અનુમતિ આજ્ઞાનો પ્રવાહ મારા આ સકલ અભ્યાસમાં વહેતો રહ્યો છે, તેમના ઉપકારનું ઋણ મને સતત સ્મૃતિમાં રહો.
મારા વડીલો સાબરમતી રહેતા હોય અને મારે પાલડીમાં મારા સમુદાયનાં અન્ય સાધ્વીજી સાથે રહીને અભ્યાસ કરવાનો રહે, તેમાં પૂજ્ય પ્રવીણાશ્રીજી મહારાજ સાહેબનાં શિષ્યા, પ્રશિષ્યા પૂજ્ય મનોજ્ઞગુણાશ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય વિપુલયશાશ્રીજી મ.સા. પૂ. વિનીતયશાશ્રીજી મ.સા. સૌરભયશાશ્રીજી મહારાજે મને સાથે રાખીને મારા ઉપર ઉપકાર કર્યો છે, તેનું ઋણ જીવનભર ભુલાય તેમ નથી.
પૂજ્ય હેમલતાશ્રીજી મ.સા.નાં શિષ્યા, પૂજ્ય સુવિદિતાશ્રીજી મહારાજે કેટલીક વિષમ પરિસ્થિતિમાં પણ મને સાથે રાખીને મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે.
અંતે આ ગ્રંથનું પ્રૂફ જોવામાં સ્મિતાબેન કોઠારી વગેરેએ જે સહયોગ આપ્યો છે તે સર્વના ઋણનું સ્મરણ કરીને વિરમું છું........
– “જામeતુ સર્વનીષાનામ' - વિ. સં. ૨૦૬૯, આસો સુદ-૧૦,
શાસનસમ્રાટ પૂજ્ય નેમિસૂરિ મહારાજ સાહેબ તા. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર,
સમુદાયનાં પૂ. સાધ્વી શ્રી ચારિત્રસ્ત્રીજી મ.સા.નાં પ્રશિષ્યા સાધ્વી શ્રી ઋજુમતિથીજી.