________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્તા-હજારો
* પિતાના પુણ્ય અનુસારે માણસને લાભ પ્રાપ્ત થાય છે. પુણ્યહીન માણસોને લાભની સુલભતા ઓછી રહે છે. ૧૨ * ઈચ્છાની પૂતિ ન થતાં માણસનું મન વિષાદમાં પડે છે, અને જેઓ પિતાને અનુકૂળ થતા ન હોય તેમના પર તે ગુસ્સે થાય છે. ૧૩ * પરંતુ માણસ પિતાની પુણ્યની નબળાઈ પર જે બરાબર ધ્યાન આપે તે તે વ્યાકુળતાને વશ થાય નહિ અને શાન્તિને ધારણ કરવા સમર્થ થાય. ૧૪ * માણસ પિતાની જરૂરીઆતને અનુરૂપ વિશેષ મેળવવા ઉદ્યમશીલ થાય એ ય જ છે, કિન્તુ એ માટે ઉદ્યમ કરતી જવા સાથે અન્તઃકરણમાં સન્તષનું બળ કેળવવું ખરેખર હિતાવહ છે. પણ અધિક મેળવવા માટે પોતાના આત્માને નીચે ન પાડવે જોઈએ. ૧૫ છે અને પિતાના ભાગ્યને સુધારવા માટે માણસે સત્કર્મપરાયણ થવું ઘટે, અર્થાત સદ્દગુણ થવારૂપ ધર્મમાં રત થવું ઘટે. એ સાર્વભૌમ ધર્મસિદ્ધાન્તના માર્ગે જ સુજ્ઞ જન પ્રશસ્ત ઉન્નતિના પથ પર ગતિમાન થઈ શકે છે ૧૬
--
-
-
-------
-
---
-
--
-
--------
----
----
-
For Private and Personal Use Only